તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પરશુરામજીની મૂર્તિ હટાવવાના વિરોધમાં આમરણાંત, મનપાના નિર્ણય સામે તમામ ભૂદેવોમાં ભારે રોષ

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મનપાના આ નિર્ણય સામે ભુદેવો આંદોલનપર બેસ્યા છે જો કે, અન્ય સમાજના લોકોએ પણ ટેકો આપ્યો છે. - Divya Bhaskar
મનપાના આ નિર્ણય સામે ભુદેવો આંદોલનપર બેસ્યા છે જો કે, અન્ય સમાજના લોકોએ પણ ટેકો આપ્યો છે.

જૂનાગઢમાં ભગવાન પરશુરામજીની મૂર્તિ હટાવવાના મનપાના નિર્ણયના વિરોધમાં આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક કાર્તિકભાઇ ઠાકરે જણાવ્યું હતું કે, સોનાપુરી સ્મશાન પાસેના ચોકમાં ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે મનપા દ્વારા 1 સપ્ટેમ્બરે નોટીસ આપી આ મૂર્તિ હટાવી લેવા 3 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. મનપાના આ નિર્ણય સામે ભૂદેવોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

દરમિયાન મૂર્તિના સ્થાપના સ્થળે જ છાવણી બનાવી આમરણાંત ઉપવાસ શરૂ કરાયા છે. આમરણાંત ઉપવાસમાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક કાર્તિકભાઇ ઠાકર અને જયદેવભાઇ જોષી જોડાયા છે. હજુ પણ મોટી સંખ્યામાં ભૂદેવો જોડાશે. જ્યારે આ લડતમાં બ્રાહ્મણ ઉપરાંત અન્ય હિન્દુ જ્ઞાતિનો પણ સહકાર પ્રાપ્ત થઇ રહ્યો છે. યોગ્ય નિર્ણય નહિ આવે ત્યાં સુધી લડત જારી રખાશે.

અન્ય સમાચારો પણ છે...