તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જિલ્લામાં પરવાના વાળા 818 માંથી 519 હથિયાર જમા થયા, મનપા, તાલુકા, જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇ કામગીરી

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક

જૂનાગઢ મનપાની પેટા ચૂંટણી તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઇને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી દ્વારા પરવાના વાળા હથિયાર જમા કરાવવા આદેશ કરાયો છે. ત્યારે રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં પરવાના વાળા હથિયાર જમા લેવા જે તે પોલીસ સ્ટેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

પરિણામે પોલીસ સ્ટેશનમાં હથિયાર જમા કરાવવા પરવાનેદારોનો ધસારો જોવા મળી રહ્યો છે. એ ડિવીઝનમાં 32, બી ડિવીઝનમાં 93, સી ડિવીઝનમાં 73, ભવનાથ પોલીસ સ્ટેશનમાં 18, તાલુકા પોલીસ સ્ટેશનમાં 21, વિસાવદરમાં 93, ભેંસાણમાં 47, બિલખામાં 99, મેંદરડામાં 43 હથિયારો છેલ્લા 2 દિવસમાં જમા થયા છે. આમ, કુલ 818 માંથી 519 હથિયાર જમા થતા કુલ હથિયારના 65 ટકા હથિયાર જમા થઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો