તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે 410 માંથી 343 ઉમેદવાર હાજર, 67 ગેરહાજર રહ્યા

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢમાં શિક્ષણ સહાયકોની ભરતીની કામગીરી

જૂનાગઢ જિલ્લામાં ખાલી પડેલી જગ્યામાં શિક્ષકોની ભરતી માટે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થયે ટૂંક સમયમાં શાળાની તમામ ખાલી જગ્યા ભરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર. એસ. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બિન સરકારી ખાનગી અનુમોદિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યામાં ભરતી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શાળામાં ખાલી પડેલી શિક્ષકોની જગ્યા ભરવા માટે ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી હતી. આવી અરજી કરેલા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કામગીરી કરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાની આ કામગીરી સરકારી ગર્લ્સ હાઇસ્કૂલ,જૂનાગઢ ખાતે 2 દિવસ કરવામાં આવી હતી.

દરમિયાન 410 ઉમેદવારો પૈકી ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે 343 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 67 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. હવે શાળામાં શિક્ષકો તમામ ખાલી જગ્યા ટૂંક સમયમાં ભરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...