તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:જૂનાગઢમાં 40 મતદાન મથકમાંથી 2 સંવેદનશીલ, 15 અતિ સંવેદનશીલ

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વોર્ડ નંબર 15 અને 6 ના મતદાન મથકોનું ચિત્ર
 • રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગરને જાણ કરવામાં આવી

જૂનાગઢ મનપામાં વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીમાં 21 ફેબ્રુઆરી રવિવારે મતદાન થવાનું છે. ત્યારે હાલ યોજાનાર ચૂંટણીમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી કરી રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરને જાણ કરાઇ છે. જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેકટર વતી જણાવાયું છે કે, જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 6 અને 15ની પેટા ચૂંટણી યોજાનાર છે.

આ સંબંધિત સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા ચૂંટણીને લઇ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. દરમિયાન વોર્ડ નંબર 6 અને 15માં મળી કુલ 40 મતદાન મથકો છે. આમાંથી 2 મતદાન મથકો સંવેદનશીલ છે, જ્યારે 15 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. આમ, 40 મતદાન મથકોમાંથી 17 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો