ધાર્મિક:મેંદરડા ખાતે 29 એપ્રિલ ગુરૂવારથી રામપારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાખી મઢી રામજી મંદિર દ્વારા કરાયું આયોજન

મેંદરડામાં રામ પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ આયોજન ખાખી મઢી રામજી મંદિર દ્વારા કરાયું છે જેની શરૂઆત 21 એપ્રિલથી થશે અને પુર્ણાહૂતિ 29 એપ્રિલના રોજ થશે. આ અંગે ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામદાસ બાપુ ગુરૂ રામકિશોરદાસજી બાપુએ જણાવ્યું હતું કે, 21 એપ્રિલ ગુરૂવારના શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞની શરૂઆત કરવામાં આવશે.

દરરોજ બપોરના 3:30થી સાંજના 7 સુધી કથા યોજાશે જેમાં વ્યાસપીઠ પરથી શાસ્ત્રી જીજ્ઞાસાબેન પોતાની સંગીતમય શૈલીમાં ભાવિકોને કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન શ્રી રામ જન્મ, સિતા રામ વિવાહ, રામ પાદુકાનું પૂજન, રામેશ્વર પૂજન સહિતના પ્રસંગોને રજૂ કરવામાં આવશે. જ્યારે 29 એપ્રિલ શુક્રવારના કથાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. ત્યારે દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીરામ પારાયણ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા મંદિરના મહંત સુખરામદાસજી બાપુએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...