તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જંગલની બહાર નાના પ્રાણીઓનો શિકાર કરતી ટોળકી 5 માસથી પડાવ નાખીને રહેતી હતી. અને સિંહબાળ પકડાયું અને છેક સિંહણે હુમલો કર્યો ત્યારે બનાવ બહાર આવ્યો એ ઘટના એલાર્મ છે. આ ટોળકી અનઓર્ગેનાઇઝ્ડ ભલે હોય. પણ જો અનઓર્ગેનાઇઝ્ડ ટોળકી પણ જંગલની નજીક હોય અને ન પકડાય તો સિંહ જેવા મોટા પ્રાણીનો શિકાર કરતી ઓર્ગેનાઇઝ્ડ ટોળકી ગમે ત્યારે ત્રાટકી શકે. 2007 માં સિંહનો શિકાર કરનાર ટોળકી 40 લોકોની હતી. તેઓ બધા મધ્યપ્રદેશના કટનીના વતની હતા. અને માત્ર સિંહની અવરજવરજ નહીં, વનવિભાગના સ્ટાફની પણ તેઓ રેકી કરતા.
આ માટે તેઓ બપોરે 4 વાગ્યે બસમાં જેતે વિસ્તારમાં આવી પહોંચે. અને આખી રાત રોકાય. જેમાં તેઓ જેતે સિંહની અવરજવર, કેટલા પ્રાણી છે, કેવડી ઉમરના છે, તેનો દિશામાર્ગ કઇ તરફનો છે ઉપરાંત સ્ટાફની રેકીમાં કેટલો સ્ટાફ છે, કેટલી વખત પેટ્રોલિંગમાં આવે છે, કઇ કઇ કેડીનો ઉપયોગ કરે છે, એ જંગલમાં કેટલો સમય વિતાવે છે, કેટલા વાગ્યે નોકરી પર આવે અને કેટલા વાગે જતો રહે છે, પેટ્રોલિંગ પ્રત્યે કેટલા ગંભીર છે, નોકરી પ્રત્યે કેટલા લોકો ગંભીર છે, તેમની કેટલા વાહનો છે, આવી ઝીણવટભરી માહિતી તેઓ એક મહિના સુધી રેકી કરીને મેળવે. પછી તેઓ શિકારનું પ્લાનીંગ કરે. એમની ટીમના મહિલા-બાળકો સહિત દરેક સભ્યના ખિસ્સામાં 4 થી 5 હજાર રૂપિયાની રોકડ અચૂકપણે મળી જ આવે. તેઓ ફાંસલાથી માંડ 15 થી 20 મીટર દૂર સંતાઇને બેસે.
જેવો સિંહ તેમાં ફસાય એટલે તેના મોઢામાં અણિદાર ભાલો ખોસી દે. પછી તેને માથામાં લાકડી ઝિંકીને મારી નાંખે. એ વખતે સીઆઇડી ક્રાઇમના પીઆઇ હડિયાએ ઊનાની મચ્છુન્દ્રી નદીના કાંઠેથી આખી ટોળકીને પકડી હતી. કટનીના શિકારીઓની ઓળખ તેમના શરીરમાંથી આવતી ખાસ પ્રકારની વાસ હોય છે. તેના શરીરની થોડે દૂરથી પણ ઓળખાઇ જાય. તેમ નિવૃત્ત આરએફઓ સી. પી. રાણપરિયાએ જણાવ્યુ હતું.
સિંહણે જેના પર હુમલો કર્યો હતો એ 4 દિવસના રિમાન્ડ પર
3 દિવસ પહેલાં સુત્રાપાડા તાલુકાના ખાંભા ગામની સીમમાં સિંહણે જેના પર હુમલો કર્યો હતો એ શખ્સને વનવિભાગે શિકારી પ્રવૃત્તિના ગુનામાં મુખ્ય આરોપી ગણાવ્યો છે. આજે તેને સુત્રાપાડા કોર્ટમાં રજૂ કરી 4 દિવસના રિમાન્ડ પર મેળવાયો હતો. સુત્રાપાડા તાલુકાનાં ખાંભા પાસેથી તા. 3 ના રોજ 3 ફાંસલામાં સિંહબાળ, શિયાળ અને ઉંદર મળી આવ્યા બાદ વન વિભાગે પોલીસની મદદથી આખા દક્ષિણ સૌરાસ્ટ્રમાંથી કુલ 38 લોકોને 15 ફાંસલા અને વિવિધ મુદ્દામલ સાથે ઝડપી લીધા બાદ ગઇકાલે 9 આરોપીઓને સુત્રાપાડા કોર્ટે 5 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો હતો.
વનવિભાગે ઇજાગ્રસ્તને મુખ્ય આરોપી ગણાવ્યો
પકડાયેલા શખ્સોમાં જેમના પર સિંહણે હુમલો કર્યો હતો. એ હબીબ શમશેર પરમાર મુખ્ય આરોપી હોવાનું વનવિભાગનું માનવું છે. આજે વન વિભાગે તેને સુત્રાપાડા કોર્ટમાં જજ એસ. એલ. મહેતા સામે 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે રજૂ કરતાં કોર્ટે તેને 4 દિવસના રિમાન્ડ પર સોંપવાનો હુકમ કર્યો છે. આ આખા પ્રકરણમાં મુખ્ય અને મહત્વની જાણકરી તેની પાસેથી મળી શકે એમ છે એવી દલીલના આધારે કોર્ટે તેના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દરમ્યાન વનવિભાગે ગઇકાલે રિમાન્ડ પર લેવાયેલા આરોપીઓને લઇને ખાંભા ગામે બનાવના સ્થળ પર લઇને પહોંચી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.