તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:સિવીલમાં નવા 73 ડોકટરોના ઓર્ડર, વેઇટીંગના દર્દીને પણ મળશે સારવાર

જૂનાગઢ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
કોરોના સામે લડવા રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાને નવી બે 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે. 1 એમ્બ્યુલન્સ કેશોદ અને 1 એમ્બ્યુલન્સ સાબલપુર ચોકડી ખાતે તૈનાત રહેશે. - Divya Bhaskar
કોરોના સામે લડવા રાજ્ય સરકારે જૂનાગઢ જિલ્લાને નવી બે 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરી છે. 1 એમ્બ્યુલન્સ કેશોદ અને 1 એમ્બ્યુલન્સ સાબલપુર ચોકડી ખાતે તૈનાત રહેશે.
 • જૂનાગઢ જિલ્લામાં કોરોના સંક્રમણ રોકવા બે મંત્રીની ઉપસ્થિતીમાં બે સ્થળે બેઠક કરાઇ
 • 7,090 બેડ સાથે 491 ગામમાં આઇસોલેશન સેન્ટર બનશે

જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણને ઘટાડવા માટે બેઠકનો દોર કરવામાં આવ્યો હતો. જિલ્લા પ્રભારી મંત્રી જયેશભાઇ રાદડીયા અને પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ પ્રથમ કૃષિ યુનિવર્સિટી ખાતે પદાધિકારીઓ સાથે અને બાદમાં કલેકટર કચેરી ખાતે ઉચ્ચ અધિકારીઓ અને ડોકટરો સાથે સમીક્ષા બેઠક કરી હતી. આ તકે ટેસ્ટિંગ કીટ, રેમડેસિવીર ઇન્જેકશન, દવા, ઓક્સિજન માટે જરૂરી સૂચનો કર્યા હતા. દરમિયાન સિવીલ સર્જન સુશીલ કુમારે જણાવ્યું હતું કે, ખાસ કરીને જૂનાગઢ સિવીલમાં નવા 73 ડોકટર્સના ઓર્ડર કરવામાં આવ્યા છે.

જ્યારે મંત્રીએ વેઇટીંગમાં આવનાર દર્દીને પણ સારવા આપવા સૂચના આપી હતી. દરમિયાન અધિકારીએ વેઇટીંગમાં 20 ઓક્સિજન બેડ સાથે 40 બેડની વ્યવસ્થા કરાઇ હોવાનું જણાવ્યું હતું તેમજ સિવીલમાં 200નું વેઇટીંગ ઘટીને 90 થયું હોવાનું જણાવ્યું હતું. જ્યારે મારૂ ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત જિલ્લાના 491 ગામોમાં 7,090 બેડ સાથે સમાજ વાડી, શાળાઓમાં આઇસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવી રહ્યા હોવાનું આશ્વાસન પણ અપાયું હતું.

આ તકે સાંસદ રાજેશભાઇ ચુડાસમા, મેયર ધીરૂભાઇ ગોહેલ, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ, જિલ્લા બેન્કના એમડી દિનેશભાઇ ખટારીયા, કમિશ્નર તુષાર સુમેરા, ડીડીઓ પ્રવિણ ચૌધરી, એસપી રવિતેજા વાસમ શેટ્ટી વગેરેની પણ ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો