તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સગીર બાળા સાથેના પોકસોના આરોપીને નિર્દોષ છોડી મૂકવા જૂનાગઢ કોર્ટે હુકમ કર્યો છે. એટલું જ નહી ખોટી સાક્ષી આપનાર તેમજ તપાસ કરનાર પોલીસ અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. આમ, અંગત રાગદ્વેષ માટે કોઇને ખોટા ગુનામાં ફસાવી કાયદાનો દુરૂપયોગ કરનાર તેમજ કોર્ટને હાથો બનાવી સજા કરાવવાની કુચેષ્ટા કરનાર માટે આ લાલબત્તી રૂપ ચૂકાદો રહ્યો છે. આ અંગે મનોજભાઇ દવેએ જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકાના દિવરાણા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય મહેન્દ્રભાઇ બાબુભાઇ ચુડાસમા સામે એક શખ્સે પોતાની સગીર દિકરીની છેડતી કરવા અંગે શીલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. બાદમાં આ કેસ જૂનાગઢનાં એડીશ્નલ સેશન્સ જ્જ તૃપ્તિબેન પંડયાની કોર્ટમાં ચાલ્યો હતો.
આરોપી તરફે વકીલ તરીકે આર.કે. બુચ અને આર.બી. પરમારે દલીલો કરી હતી. દરમિયાન આ કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. સાથોસાથ ખોટા પુરાવા આપવા બદલ દિવરાણાની તુલસી પ્રાથમિક શાળાના રમેશભાઇ ઉકાભાઇ મોકરીયા તેમજ તેમના પત્નિ નિતાબેન કે જે માંગરોળ તાલુકા પંચાયતના સદસ્ય હતા તેમજ દિવરાણાના રમેશભાઇ ગોવિંદભાઇ રાદડીયા અને પ્રફુલભાઇ લીલાભાઇ કિંદરખેડીયા દરેકને 1,000 નો દંડ કરી તેની રકમ આરોપીને આપવા હુકમ કર્યો છે. તેમજ તમામ સામે કાયદેસરની કાર્યવાહી 30 દિવસમાં કરવા આદેશ કર્યો છે.
આ ઉપરાંત શિલ પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ વલ્લભભાઇ મોહનભાઇ ભોરણીયા વિરૂદ્ધ તપાસમાં બેદરકારી કરવા બદલ કાર્યવાહી કરવા જૂનાગઢ ડીએસપીને હુકમ કર્યો છે. જ્યારે તુલસી પ્રાથમિક શાળાના શિક્ષકોની શૈક્ષણિક લાયકાતની તપાસ કરી 60 દિવસમાં કોર્ટમાં રિપોર્ટ કરવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને હુકમ કર્યો છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.