તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુકુમ:ફરિયાદી સામે કાર્યવાહી કરી 30 દિવસમાં કોર્ટને રિપોર્ટ કરવા આદેશ

જૂનાગઢ20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ લેન્ડ ગ્રેબીંગ કોર્ટે આંત્રોલીનાં આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા

લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ થયેલી ફરિયાદમાં જૂનાગઢ લેન્ડ ગ્રેબીંગ કોર્ટે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સિમાચિન્હરૂપ ચૂકાદો આપ્યો છે જેમાં આરોપીના આગોતરા જામીન મંજૂર કર્યા છે. એટલું જ નહિ તપાસમાં સહકાર ન આપવા બદલ જિલ્લા કલેકટર અને મામલતદાર વિરૂદ્ધ કાર્યવાહી કરી તેનો રિપોર્ટ 30 દિવસમાં કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ અંગે અરજદારના એડવોકેટ વાય.એમ. ઠાકોરે જણાવ્યું હતું કે, માંગરોળ તાલુકાના આંત્રોલી ગામના સાજણભાઇ જીવાભાઇ કેશવાલા સામે શીલ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબીંગ એક્ટનો ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં દેવશીભાઇ લખમણભાઇ મેરને સરકારી જમીન નાળીયેરીના વાવેતર માટે ભાડાપટ્ટાએ આપેલ હતી.

જેની મુદ્દત પૂર્ણ થતા આ જમીન પર કોઇપણ માલિકી ન હોવા છત્તાં આ જમીન સાજણભાઇ જીવાભાઇ કેશવાલાને વેંચી દીધી હતી. જ્યારે સાજણભાઇએ સરકારી જમીન પર દબાણ કર્યું હોય તેની સામે માંગરોળ મામલતદારે લેન્ડ ગ્રેબીંગ એક્ટની ફરિયાદ કરી હતી. જ્યારે હકિકત એ હતી કે, અરજદાર સાજણભાઇને હેરાન કરવા માટે આ ફરિયાદ કરાઇ હતી. હકિકતે આ જમીન સાજણભાઇને ભાડાપટ્ટે અપાઇ ન હતી. જ્યારે જેને ભાડાપટ્ટે જમીન અપાઇ હતી તે દેવશીભાઇ 2010ની સાલમાં મૃત્યું પામ્યા છે.

આમ, ખોટી રીતે ફરિયાદ થયાનું જણાતા જૂનાગઢ લેન્ડ ગ્રેબીંગ કોર્ટના સ્પેશ્યલ જજ ટી. ડી. પડીઆએ આરોપી સાજણભાઇની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે. સાથોસાથ તપાસમાં સાથ સહકાર ન આપવાની વૃત્તિને ધ્યાને લઇ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી અને ફરિયાદી મામલતદાર એમ.એન. રાયચુરાની વિરૂદ્ધ કાર્યવાહી કરવા ગાંધીનગરના મહેસુલ વિભાગના સચિવને તેમજ કાયદા વિભાગના સચિવને આદેશ કરાયો છે. સાથે થયેલી કાર્યવાહીનો રિપોર્ટ જૂનાગઢ લેન્ડ ગ્રેબીંગ કોર્ટમાં દિવસ 30માં રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો