આદેશ:અન્ડરબ્રિજની દિવાલ પડતા મૃત્યુમાં વારસદારોને વળતર ચૂકવવા આદેશ

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્તને પણ 9 ટકા વ્યાજ સાથે વળતર આપવા હુકમ

અન્ડરબ્રિજની દિવાલ પડવાના મામલે કોર્ટે મૃતકના વારસદારને તેમજ ઇજાગ્રસ્તને 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્પોરેશનને આદેશ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ જોષીપરા રેલવે અન્ડરબ્રિજ પાસેની દિવાલની મનપાએ યોગ્ય જાળવણી ન કરતા 30 જૂલાઇ 2016માં આ દિવાલ પડી ગઇ હતી. આ દુર્ધટનામાં પંકજભાઇ હરિભાઇ ગજેરાનું મૃત્યું થયું હતું જ્યારે વનરાજભાઇ જશાભાઇ ચોરવાડાને ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે મૃતકના વારસદારોએ એડવોકેટ કિરીટ વી. પાનસુરીયા દ્વારા વળતર અંગે કોર્ટમાં દાવો કર્યો હતો. દરમિયાન આ કેસ ચાલી જતા વળતર ચૂકવવું ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા એવો બચાવ કરાયો હતો કે, આ બનાવ એક્ટ ઓફ ગોડ એટલે કે કુદરતી હોનારતથી બન્યો છે. દરમિયાન પ્રિન્સીપાલ સિવીલ જ્જ મિહિરદેવસિંહ ઝાલાએ મનપાના બચાવને ફગાવી દીધો હતો અને જણાવ્યું હતું કે, મનપાએ ગરનાળાની દિવાલની યોગ્ય મરમત ન કરતા આ બનાવ બનવા પામ્યો છે માટે વળતર ચૂકવવું. આમ, મૃતકના વારસદારોને તેમજ ઇજાગ્રસ્તને 9 ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...