બીલ પાસની ટકાવારીનો ઓડિયો:મનપામાં ભ્રષ્ટાચારની તપાસ અમરેલી એસીબીને કરવા આદેશ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મનપામાં બીલ પાસની ટકાવારીનો ઓડિયો વાયરલ થયો હતો
  • કોર્ટમાં કરેલી અરજીનાં આધારે પ્રિન્સીપલ સેશન્સ જજનો હુકમ

જૂનાગઢ મહાનગર પાલીકા જુદા-જુદા મુદ્દે વિવાદમાં રહે છે. વર્ષો પહેલા કામનાં બીલ પાસ કરવાની ટકાવારી લેવાતી હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. આ અંગે કોર્ટમાં અરજી કરાઇ હતી. આ અરજીનાં આધારે પ્રિન્સીપાલ સેશન્સ જજે હૂકમ કરી અમરેલી એસીબીને તપાસ કરવા અને અરજીને ફોજદારી ઇન્કવાયરી રજીસ્ટરે લેવાનો હૂકમ કર્યો છે.

આ અંગે કોર્ટમાં ફરિયાદ કરનાર જીજ્ઞેશભાઇ પંડ્યાએ કહ્યું હતું કે, જૂનાગઢ મનપામાં કોન્ટ્રાકટરનાં બીલમાં ટકાવારી લેવાતી હોવાનો ઓડિયો વાયરલ થયો હતો. ઓડિયો બાદ તત્કાલીન કમિશ્નર વિષ્ણકુમાર રાજપુત અને સીટી ઇજનેર લલિત વાઢેર સામે એસીબીમાં અરજી કરી હતી. વારંવાર અરજી કરવા છતા કોઇ કાર્યવાહી થઇ ન હતી. અંતે 31 મે 2021માં જૂનાગઢ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં પ્રિન્સીપલ સેશન્સ જજે હૂકમ કરી અરજીને ફોજદારી ઇન્કવાયરી રજીસ્ટરે લેવાનો હૂકમ કર્યો છે,જેની તપાસ અમરેલી એસીબીને કરવા હૂકમ કરવામાં આવ્યો છે. કોર્ટે 30 માં ઇન્કવાયરી રીપોર્ટ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...