તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:ટીંબાવાડીના સર્વે નંબર 116ની જમીનમાં તપાસનો આદેશ

જૂનાગઢ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એફઆઇઆર, લેન્ડ ગ્રેબીંગનો ગુનો બને છે કે કેમ?

જૂનાગઢના ટીંબાવાડીમાં આવેલ સર્વે નંબર 116ની જમીનમાં તપાસ કરવાના આદેશ કરાયા છે. ખાસ કરીને લેન્ડ ગ્રેબીંગનો ગુનો બને છે કે કેમ ? તેમજ એફઆઇઆર કરવાની થાય છે કે કેમ ? તે અંગે તપાસ કરી 21 દિવસમાં રિપોર્ટ કરવા અધિક કલેકટરે આદેશ કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ ટીંબાવાડીની સર્વે નંબર 116ની સરકારી જમીનનું ગેરકાયદેસર વેંચાણ કરી, દબાણ કરી, કબ્જો કર્યા અંગે રાકેશભાઇ ડવે અરજી કરી હતી. આ મામલે જવાબદારો સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન એક્ટ 2020અંતર્ગત કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.

ત્યારે આ અરજીના અનુસંધાને અધિક નિવાસી કલેકટર અને જૂનાગઢ જિલ્લા લેન્ડ ગ્રેબીંગ (પ્રોહિબીશન) કમિટીના સભ્ય સચિવ ડી. કે. બારીઆએ તપાસના આદેશ કર્યા છે. મદદનીશ કલેકટર પ્રાંત કચેરીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, અરજદાર રાકેશભાઇ ડવની અરજીની વિગતે જરૂરી ખરાઇ, તપાસ કરી આ મામલે એફઆઇઆર દાખલ કરવા પાત્ર થાય છે કે કેમ ? તે અંગે સ્પષ્ટ અભિપ્રાય સાથે ધી ગુજરાત લેન્ડ ગ્રેબીંગ(પ્રોહિબીશન) એક્ટ 2020 હેઠળ નિયમાનુસારની દરખાસ્ત કરી સાધનિક કાગળો સાથે દિવસ 21માં રિપોર્ટ કરવા આદેશ કરાયો છે.

દરમિયાન આ જમીન મામલામાં શહેરમાં પ્રતિષ્ઠિત ગણાતા લોકોના નામ સામેલ હોઇ તમામ લોકોની મિટ આ મામલે શું થાય છે તેના પર મંડાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો