વિરોધ:ઉપરકોટના રામજી મંદિર પાસે ધાર્મિક જગ્યા બનાવવાનો વિરોધ

જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાધુ સમાજને સંબોધી ભવનાથ મંદિરના મહંતને અપાયું આવેદન

જૂનાગઢના ઉપરકોટ વિસ્તારમાં આવેલ રામજી મંદિર પાસે ધાર્મિક જગ્યા બનાવવાની થઇ રહેલી હિલચાલ સામે વિરોધ ઉઠ્યો છે. આ મામલે સમગ્ર સાધુ સમાજને સંબોધી ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજને આવેદન આપી રજૂઆત કરાઇ છે. શ્રી રામજી મંદિર મઠના ટ્રસ્ટીએ આપેલા આવેદનમાં જણાવ્યું છે કે, ઉપરકોટ વિસ્તારમાં 450 વર્ષથી શ્રી રામજી મંદિર (મઠ) આવેલ છે. અહિં શ્યામવર્ણી ભગવાન રામચંદ્રજી બિરાજમાન છે.

મંદિરની બાજુમાં એક જૂનું ખંડેર બંધ હાલતમાં છે તેમાં કેટલાક લોકો ધાર્મિક જગ્યા બનાવવાની પેરવી કરી રહ્યા છે. ત્યારે સમગ્ર સાધુ સમાજને જણાવાયું છે કે, મંજૂરી વિનાના આ કામને અટકાવવાનો પ્રયાસ કરે જેથી ભવિષ્યમાં શાંતિભર્યું વાતાવરણ જળવાઇ રહે. આ તકે મેયર ધીરૂભાઇ ગોહેલ, શહેર ભાજપ પ્રમુખ પુનીત શર્મા, પૂર્વ મેયર મહેન્દ્રભાઇ મશરૂ વગેરેની પણ ઉપસ્થિતી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...