સુત્રાપાડા પંથકના સીંગસર અને પ્રાંસલી સહિતના ગામોમાં ગૌધનમાં લમ્પી વાયરસને લઈ તંત્ર સજ્જ થયું છે. અને કામગીરી શરૂ કરી છે. અને જિલ્લામાં 6 ટીમ કાર્યરત કરવામાં આવી છે. જ્યારે માળિયાના અમરાપુર ગામે પણ કામઘેનુ ગૌશાળાની 70થી વધુ ગાયોને રસી આપવામાં આવી હતી. આ કામગીરીમાં ગૌશાળાના ટ્રસ્ટી, યુવાનો અને ડોક્ટર આર.બી.સોલંકી, પિયુષ મોરી સહિતના લોકો જોડાયા હતા.
આ ઉપરાંત વિસાવદરની વાત કરીએ તો પીયાવા અને કુબારાવણી ગામે 2 કેસ નોંધાયા છે તેમજ સરસઈ ગામે પણ 1 શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેથી ગીરજંગલમાં વસતા માલધારીઓના પશુઓને પણ ત્વરીત ધોરણે વેકસીન આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. જ્યારે પશુ તબીબ દેત્રોજાએ કહ્યું હતું કે, જે જગ્યા પર કેસ આવ્યા હતા. તેમને સારવાર અપાતા સંપૂર્ણ સ્વચ્છ થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.