તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઓપન બોર્ડની ધો. 10, 12ની પરીક્ષાના ફોર્મ ભરી શકાશે

જૂનાગઢ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એન.આઇ.ઓ.એસ. બોર્ડ (રાષ્ટ્રિય મુક્ત વિદ્યાલય સંસ્થા) શરૂ કરવામાં આવેલ છેે. જૂનાગઢમાં આ સંસ્થાનું માન્ય કેન્દ્ર બંસીધર વિદ્યાલય દોલતપરા છે. આ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા વર્ષમાં 2 વાર લેવાય છે જેના રજીસ્ટ્રેશન ફોર્મ બંસીધર વિદ્યાલયમાં ભરી શકાશે.

ધોરણ 10 -12માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષાના ફોર્મ ભરી શકે છે. ઓકટોબર 2021 અને માર્ચ 2022ની ધોરણ 10- 12ની પરીક્ષાના ફોર્મ ભરનાર વિદ્યાથીઓને બંસીધર વિદ્યાલય દ્વારા પુસ્તકો આપવામાં આવશે. માહિતી માટે બંસીધર વિદ્યાલયનો સંપર્ક કરવા કનુભાઇ સોરઠીયાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...