જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે યુનિ.માં સંશોધીત મગફળીના બિયારણનું વિતરણ સીડ હબ ગોડાઉનમાં સવારે 9 થી 12 તથા બપોરે 3 થી 5:30 સુધી કરવામાં આવે છે. આ બિયારણ મેળવવા માટે ખેડૂતોએ યુનિવર્સિટીએ નક્કી કરેલ તારીખ મુજબ ઓનલાઇન અરજી કરવામાં આવે છે. ખેડૂતોની સંખ્યામાં વધારો થવાને લીધે અરજીમાં પણ દર વર્ષે વધારો જોવા મળે છે. યુનિવર્સિટી દ્વારા આ બિયારણ સબસીડી સાથે બજાર કરતા સસતા ભાવમાં વેંચવામાં આવે છે. પરંતુ બિયારણ તમામ અરજી કરેલ ખેડૂતોને મળતું નથી.
તેમાં ખેડૂતો દ્વારા આવેલ ઓનલાઇન અરજીઓનુ કોમ્પ્યુટરાઇઝ રેન્ડમાઇઝેશન (ડ્રો) સિસ્ટમમાં પસંદગી પામેલા ખેડૂતોને મોબાઇલમાં મેસેજથી જાણ કરીને 2 દિવસમાં યુનિ.થી મેળવી લેવાનું હોય છે. ગત વર્ષની વાત કરીએ તો વર્ષ 2022- 23માં ખેડૂતો દ્વારા જીજી- 20 માટે 5377 અરજી, જીજેજી-22માં 2977, જીજેજી-32માં 7009 મળીને કુલ- 15363 અરજી આવેલી હતું. પરંતુ યુનિ.ની ડ્રો સિસ્ટમમાં જીજે-20માં 21 ખેડૂતો, જીજેજી-22માં 518, જીજેજી- 32માં 435 મળી કુલ- 974 ખેડૂતોને આ સસતા ભાવે બિયારણ વિતરણનો લાભ મળ્યો હતો. બાકીના ખેડૂતોને આજ બિયારણ બજારમાંથી વધુ કિંમત ચુકવીને મેળવવું પડે છે.
આ વર્ષે બિયારણ વિતરણની શરૂઆત
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આ વર્ષે બિયારણ માટે ઓનલાઇન અરજી તા. 17 એપ્રિલથી ખેડૂતો કરી શકશે. જેમાં જાત જીજેજી- 32 અને જીજેજી-22 ના બિયારણ માટે જ અરજી થશે. આ વર્ષે યુનિ. પાસે જીજેજી- 32નો 1700 કિવન્ટલ તેમજ જીજેજી-22 નો 400 કિવન્ટલ જથ્થો છે.
વર્ષ- 2022-23માં બિયારણના ભાવની યાદી | ||
જાત | સબસીડી સહાય વિના | સબસીડી સહાય સાથે ભાવ |
જીજેજી-22 - | રૂ. 3260 પ્રતિબેગ(30 કિલો) | રૂ. 2060 પ્રતિબેગ |
જીજેજી-32 - | રૂ. 3260 પ્રતિબેગ(30 કિલો) | રૂ. 2060 પ્રતિબેગ |
જીજી-20 - | રૂ. 2060 પ્રતિબેગ(30 કિલો) | સબસીડી સહાય નથી |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.