મગફળી ખરીદી:ગત વર્ષે 52,779નું આ વર્ષે માત્ર 33,043 ખેડૂતોનું રજીસ્ટ્રેશન

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 9 નવેમ્બર - લાભપાંચથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ

જૂનાગઢ જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ટેકાના ભાવે મગફળી વેંચાણ માટેના રજીસ્ટ્રેશનમાં 38.40 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ અંગે ડિસ્ટ્રીક સપ્લાય મામલતદાર અમર મકવાણાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રતિ વર્ષ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, ચણા વગેરે જણસીની ખરીદી કરે છે. ખેડૂતોને પોતાની ખેત જણસીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ ખરીદી કરાતી હોય છે.

દરમિયાન ગત વર્ષે 1થી 20 ઓકટોબર એટલે કે 20 દિવસ સુધી જ રજીસ્ટ્રેશન ચાલુ રખાયું હતું જેમાં કુલ 52,779 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે 1 થી 31 ઓકટોબર એમ 31 દિવસ સુધી રજીસ્ટ્રેશન કરાયું હતું છત્તાં માત્ર 33,043 ખેડૂતોએ જ ટેકાના ભાવે મગફળી વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.