તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનવિભાગ દ્વારા વેટરનરી તબીબોની ભરતી:ગિરમાં સિંહ સહિતના વન્ય પ્રાણી માટે 3 જ વેટરનરી ડોક્ટર, 16 જગ્યા ખાલી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાવજોની સંખ્યા 700 ને પાર, પણ વનવિભાગ પાસે તેમની દેખભાળ માટે વેટરનરી તબીબ માત્ર 3 !!
  • ત્રણ વર્ષ પહેલા કેનાઇન ડિસ્ટેમ્પર જેવી ઘટના પછીયે ભરતીની તસ્દી નથી લેવાઇ, 19 તબીબે કરવાનું કામ 3 પાસેથી લેવાય છે

ગિર જંગલમાં વિહરતા સાવજો સહિતના વન્ય પ્રાણીને કોઇ ઇજા કે બિમારી હોય તો સારવાર માટે ફક્ત 3 જ વેટરનરી ડોક્ટરો છે. આ માટેની 16 જગ્યાઓ ખાલી છે. ત્રણ વર્ષ પહેલાંની કેનાઇન ડિસ્ટેમ્પર જેવી ખતરનાક ઘટના પછીને વનવિભાગે વેટરનરી તબીબોની ભરતીની તસ્દી ન લેવાયાને લીધેજ સાવજો માટે આ સ્થિતી જોખમી નિવડે એવી બની છે.

જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ હેઠળ આવતા જૂનાગઢ, ધારી, સાસણ ગિર, પાલીતાણા અને સક્કરબાગ ઝૂ એમ કુલ 5 વિભાગો છે. જેમાં 19 વેટરનરી સર્જનની જગ્યા મંજૂર થયેલી છે. તેને બદલે આટલા વિસ્તારમાં ફક્ત 3 વેટરનરી તબીબો છે. અને 16 જગ્યા ખાલી છે. ગિર પૂર્વ વનવિભાગ ધારી, વન્ય પ્રાણી વિભાગ સાસણ-ગિર અને સક્કરબાગ ઝૂમાં 1-1 જગ્યાઓ ભરાયેલી છે. જૂનાગઢના વન્ય પ્રાણી વર્તુળે એક આરટીઆઇ અંતર્ગત અપાયેલા પ્રત્યુત્તરમાં આ વિગતો આપી છે.

અત્રે નોંધનિય છેકે, ચારેક વર્ષ પહેલાં ગિર પૂર્વ વનવિભાગ હેઠળની દલખાણિયા રેન્જમાં સાવજો વચ્ચે ઇન્ફાઇટ થઇ હતી. જેમાં ઇજાને લીધે કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ ફાટી નિકળ્યો હતો. પરિણામે 23 થી વધુ સાવજો મોતને ભેટ્યા હતા. આથી વનવિભાગે તમામ સાવજોનું વ્યાપક પ્રમાણમાં રસીકરણ કર્યું હતું. આ ઘટના બાદ પણ વેટરનરી સર્જનની જરૂરિયાત પ્રમાણેની ભરતી થઇ નથી. હાલ ગિરમાં સાવજોની સંખ્યા 700 ને પાર કરી ગયાનો અંદાજ છે.

અને જે વિસ્તારમાં સાવજોની સંખ્યા સૌથી વધુ છે ત્યાંજ વેટરનરી ડોક્ટરો ગણીને 3 છે. જેમાં જૂનાગઢનાં સક્કબાગ ઝૂનાં ડો. આર. એફ. કડીવાર, સાસણના ડો. જે. પી. દેસાઇ અને જશાધારના ડો. એચ. જી. વામજાનો સમાવેશ થાય છે. જે પૈકી 2 તો વર્ષોથી ફરજ બજાવતા હોવા છત્તાં સરકારી ચોપડે હંગામીજ છે. આમ વનવિભાગ ત્રણેય પાસેથી કુલ 19 વેટરનરી તબીબોનું કામ લેતી હોવા છત્તાં કાયમી નિમણૂંક નથી અપાઇ.

બીજી તરફ એક વેટરનરી સર્જનને જંગલમાં કોઇપણ પ્રાણીને ઇન્ફાઇટ કે બીજી કોઇ રીતે ઇજા થઇ હોય તો તેની સારવાર, રેસ્ક્યુ કરીને લાવેલા પ્રાણીનું મેડીકલ ચેકઅપ અને સારવાર, પાંજરે પૂરેલા પ્રાણીઓની રૂટિન તપાસ, આ સહિત બીજી અનેક કામગિરી કરવાની હોય છે. આમ સાવજોની તંદુરસ્તી હાલ ભગવાનના ભરોસે છે એમ કહી શકાય. આમાં હજી દીપડા, મગર કે બીજા પ્રાણીઓની ગણતરી તો કરીજ નથી.

વન્યપ્રાણી વર્તુળ હેઠળ 22 તાલુકા
ધારી, ખાંભા, રાજુલા, જાફરાબાદ, બગસરા, લાઠી, લીલિયા, બાબરા, કુંડલા, જૂનાગઢ, મેંદરડા, વિસાવદર, ઊના, કોડીનાર, ગિરગઢડા, તાલાલા, ભાવનગર, જેસર, વલ્લભીપુર, પોરબંદર, રાણાવાવ અને ભાણવડ

વર્તુળ હેઠળના અભયારણ્યો
​​​​​​​જૂનાગઢ વન્ય પ્રાણી વર્તુળ હસ્તકના વિસ્તારોમાં અનામત જંગલ 2000.94 ચોરસ કિમી છે. આ ઉપરાંત ગિર રાષ્ટ્રિય ઉદ્યાન અને અભયારણ્ય અને તેને સંલગ્ન વિસ્તારો, ગિરનાર અભયારણ્ય, મીતિયાળા અભયારણ્ય, પાણિયા અભયારણ્ય, સુત્રાપાડા, કોડીનાર, ઊના અને વેરાવળનો સમુદ્રતટિય વિસ્તાર, રાજુલા-જાફરાબાદ અને નાગેશ્રીનો દરિયાકાંઠો, સાવરકુંડલા-લીલિયા અને તેને સંલગ્ન વિસ્તારો અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...