તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેકાના ભાવે ખરીદી:7,018નું રજીસ્ટ્રેશન, વેંચાણ માત્ર 15 ખેડૂતોએ જ કર્યું

જૂનાગઢ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જૂનાગઢ જિલ્લામાં સરકાર દ્વારા થતી ટેકાના ભાવે તુવેરની ખરીદીને મળ્યો અત્યંત નબળો પ્રતિસાદ
 • ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં તુવેરના ઉંચા ભાવ હોય તેમજ ટેકાના ભાવે વેંચાણમાં લાંબી પ્રક્રિયાને કારણે ખેડૂતોએ ટેકો ન લીધો

જૂનાગઢ જિલ્લામાં સરકારે ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ કરી છે. જોકે, ટેકાના ભાવે તુવેરની ખરીદીને અત્યંત નબળો પ્રતિસાદ મળ્યો છે. ખાસ કરીને ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં તુવેરના ભાવ વધારે હોય તેમજ ટેકાના ભાવે વેંચાણમાં લેંધી પ્રોસિઝરના કારણે ગામડાના ખેડૂતોને વેંચાણમાં પડતી અનેક પ્રકારની મુશ્કેલીના કારણે મોટાભાગના ખેડૂતોએ ટેકો લીધો ન હતો. દરમિયાન આ અંગે ડ્રિસ્ટ્રીક સપ્લાય મામલતદાર એન. કે. મોરીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાની જણસનું યોગ્ય વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવ નક્કી કરવામાં આવતા હોય છે.

આ ભાવ નક્કી કર્યા બાદ પોતાની જણસ ટેકાના ભાવે વેંચાણ કરવા ઇચ્છતા ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરાવવામાં આવે છે. બાદમાં રજીસ્ટ્રેશન કરાવેલા ખેડૂતોને એસએમએસથી જાણ કરવામાં આવે છે. ત્યાર બાદ ખેડૂતે પોતાની જણસનું વેંચાણ કરે છે. આ રીતે નિયમાનુસાર ખરીદી પૂર્ણ થયા બાદ ખેડૂતોના ખાતામાં રકમ જમા કરવામાં આવે છે.

દરમિયાન જૂનાગઢ જિલ્લામાં કુલ 7,018 ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર વેંચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ માત્ર 15 ખેડૂતોએ જ ટેકાના ભાવે વેંચાણ કર્યું હતું. આમ, ટેકાના ભાવે તુવેરની ખરીદીને અત્યંત નબળો પ્રતિસાદ મળ્યો છે. દરમિયાન ટેકાના ભાવે 15 ખેડૂતોએ તુવેરનું વેંચાણ કર્યું છે. આ ખેડૂતોને તુવેર વેંચાણની 13,47,000ની રકમ ચૂકવવાની થાય છે. હાલ ખેડૂતોને નાણાં ચુકવવાની પ્રક્રિયા ચાલુ કરાઇ છે.

ક્વિન્ટલનો ભાવ 6,000
સરકારે ટેકાના ભાવે તુવેરના વેંચાણ માટેનો ક્વિન્ટલનો ભાવ રૂપિયા 6,000 નક્કી કર્યો છે. એ જોતા મણનો એટલે કે 20 કિલો તુવેરનો સરકારનો ભાવ 1,200 રૂપિયા થાય છે. જ્યારે ખુલ્લા બજારમાં વેપારીઓ 20 કિલો તુવેરના 1,400 આપી રહ્યા છે. પરિણામે મોટાભાગના ખેડૂતોએ સરકારી ટેકો લીધો ન હતો.

કુલ રજીસ્ટ્રેશનના માત્ર 0.21 %ની ખરીદી
તુવેરનું ટેકાના ભાવે વેંચાણ માટે કુલ 7,018 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ માત્ર 15 ખેડૂતોએ વેંચાણ કર્યું છે. કુલ રજીસ્ટ્રેશનના માત્ર 0.21 ટકા ખેડૂતોએ જ ટેકાના ભાવે તુવેર વેંચી છે.

5 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન કરાયું
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો ટેકાના ભાવે તુવેર વેંચી શકે તે માટે 15 જાન્યુઆરીથી લઇને 5 ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સમય ગાળા દરમિયાન જિલ્લામાંથી કુલ 7,018 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ રજીસ્ટ્રેશન ઓનલાઇન સાઇટ પોર્ટલ પર કરવામાં આવ્યું હતું.

5,013 ખેડૂતોને એસએમએસ કર્યા
રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પુર્ણ થયા બાદ ખરીદી શરૂ કરવા માટે જિલ્લાના 5,013 ખેડૂતોએ એસએમએસ કરી જાણ કરવામાં આવી હતી જેથી તેઓ આવી ટેકાના ભાવે તુવેરનું વેંચાણ કરી શકે.

1 ફેબ્રુઆરીથી ખરીદી શરૂ
ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત 1 ફેબ્રુઆરીથી કરવામાં આવી છે.આ ખરીદી આગામી 1 મે સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, હાલ જૂનાગઢ જિલ્લામાં 15 ખેડૂતો તુવેરનું વેંચાણ કરી ગયા બાદ અન્ય કોઇ ખેડૂત તુવેર વેંચવા આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો