તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:સત્યમાર્ગને અનુસરવા રાજ્યપાલની 660 કૃષિ સ્નાતકોને ઓનલાઇન દિક્ષા

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ કૃષિ યુનિ.ના પદવીદાન સમારોહમાં રાજ્યપાલની વર્ચ્યુઅલ ઉપસ્થિતી
 • પદ્મભૂષણ ઉદ્યોગપતિ રજનીકાંત શ્રોફની ઉપસ્થિતી, ઇનામો એનાયત કરાયા

જૂનાગઢ કૃષિ યુનિ.નો 16 મો વાર્ષિક પદવીદાન સમારંભ આજે ઓનલાઇન યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર રાજભવનથી વર્ચ્યુઅલ હાજરી આપી હતી.તેઓએ તૈતરિય ઉપનિષદના મંત્ર સાથે સ્નાતકની પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જીવનના મૂળ સિદ્ધાંતોની સમજ આપી હતી. તેમણે કહ્યું હતું કે, સત્ય જ બોલો, જેવું વર્તન તમે બીજા પાસેથી ઇચ્છતા હોવ એવુંજ તમે બીજા સાથે કરો એજ સાચો ધર્મ. ભારતની વૈદિક સંસ્કૃતિમાં શિષ્ય ગુરૂને ત્યાં શિક્ષણ મેળવ્યા પછી તેને વિદાય આપતી વખતે ગુરૂ તેને રાષ્ટ્રની, સમાજની અને પરિવારની તેની પાસેથી શું અપેક્ષા છે એની સમજ આપતા.

એને દિક્ષા કહેવાતી. આજે દિક્ષાંત સમારોહ થાય છે ત્યારે તેની પાછળનું તત્વ સમજવાની ખાસ જરૂર છે. આ તકે મુંબઇ સ્થિત યુપીએલ કંપનીના ચેરમેન અને એમડી તેમજ પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ, આઇસીએઆરના પૂર્વ નિયામક ડો. ટી. રાધાક્રિષ્નન પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં બીએસસી એગ્રીના 11, બીએસસી (ઓનર્સ) એગ્રીના 205, બીએસસી (ઓનર્સ) હોર્ટીકલ્ચરના 46, બીટેક (એગ્રી. એન્જી) ના 88, બીએફએસસીના 40, બીવીએસસી એન્ડ એએચના 51, એમએસસી (એગ્રી) ના 94, એમએસસી (હોર્ટી) ના 16, એમટેક (એગ્રી એન્જી) ના 13, એમએફએસસીના 21, એમવીએસસીના 12, એમબીએ (એગ્રી બીઝનેસ) ના 18 અને પીએચડીના 43 મળી કુલ 660 વિદ્યાર્થીઓને પદવી અપાઇ હતી.

કુલ 69 ગોલ્ડ મેડલ અને બે રોકડ પુરસ્કારો એનાયત કરાયા હતા. આ સાથે 4 શિક્ષકોને વર્ષ 2020 ના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પણ અપાયો હતો. અનુસ્નાતક કક્ષાએ કુલ ત્રણ કુલાધિપતિ ગોલ્ડ મેડલ પૈકી પીએચડીની વિદ્યાર્થીની વોરા ઝરના નરેન્દ્રભાઇ, કોરાટ હિતેશ્વરીબેન વિજયભાઇ અને ઠુમર નિમીષા ચંદુલાલને મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો