તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:આજથી મોતીબાગે થશે એસટીનું ઓનલાઇન બુકીંગ

જૂનાગઢ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મોતીબાગ, મધુરમ, ગાંધીગ્રામ, રાયજીબાગના લોકોને રાહત
  • મુસાફરોને બસ સ્ટેશન સુધી ધક્કો ખાવો નહિ પડે: એસટી

મહા શિવરાત્રીના પાવન દિવસથી એસટી તેમના મુસાફરોને વધુ એક સારી સુવિધા પુરી પાડશે. મોતીબાગ પીકઅપ પોઇન્ટ ખાતેથી એસટી બસોનું ઓનલાઇન બુકીંગનો પ્રારંભ કરવામાં આવશે. આઅંગે એસટીના ડિવીઝનલ કન્ટ્રોલર જી.ઓ. શાહે જણાવ્યું હતું કે, શહેરના મોતીબાગ સ્થિત પીકઅપ પોઇન્ટ ખાતે એસટી બસના ઓનલાઇન બુકીંગની સુવિધા શરૂ કરવામાં આવશે. આ સુવિધાનો ખાસ કરીને મોતીબાગ, મધુરમ, ગાંધીગ્રામ, રાયજીબાગ વગેરે વિસ્તારના મુસાફરોને લાભ મળશે.

આ મુસાફરોને અગાઉ ઓનલાઇન બુકીંગ માટે એસટી બસ સ્ટેશન સુધી લાંબા થવું પડતું હતું. હવે તેમને બસ સ્ટેશન સુધી જવું નહી પડે અને નજીકના સ્થળેથી જ બુકીંગનો લાભ મેળવી શકશે. આ સાથે પાસની પણ સુવિધા ઉપલબ્ધ થશે. ત્યારે આ વિસ્તારની જનતાને ઓનલાઇન બુકીંગ અને પાસની સુવિધાનો લાભ લેવા ડિવીઝનલ કન્ટ્રોલર જી. ઓ. શાહે અનુરોધ કર્યો છે. સામાન્ય રીતે આ વિસ્તારના લોકોને 4 થી 5 કિલોમીટર અંતર કાપી બસ સ્ટેન્ડ સુધી ધકકા થતા હતા હવે નજીક જ ઓનલાઇન બુકીંગ થતા રાહત થશે.

અન્ય સમાચારો પણ છે...