તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:ઓનલાઇન 0, ઓફલાઇન 2079 ફોર્મ ભરાયા, કોરોનાને ધ્યાનમાં રાખી ઓનલાઇન ફોર્મ ભરવાનો વિકલ્પ રાખ્યો હતો છતાં ઉમેદવારોએ લાઇનમાં ઉભવાનું પસંદ કર્યું

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જૂનાગઢ જિ.પં.માં 158, તા.પં.માં 758, કેશોદ પાલિકામાં 145
 • સોમનાથ જિ.પં.માં 112, તા.પં.માં 482, 4 પાલિકામાં 424 ફોર્મ ભરાયા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં અંતિમ દિવસે ફોર્મ ભરવા ઉમેદવાર અને તેના સમર્થકોનો ઘસારો થયો હતો. અંતિમ દિવસે સોરઠમાં 705 ફોર્મ ભરાયા હતા. જયારે 6 દિવસમાં કુલ 2079 ફોર્મ ભરાયા હતા. કોરોનાને ધ્યાનમાં રાખી સરકારે ઓનલાઇન ફોર્મ ભરવાનો વિકલ્પ રાખ્યો હતો. પરંતુ સોરઠમાં એક પણ ઉમેદવારે ઓનલાઇન ફોર્મ રજુ કર્યું નથી.સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ છે. જૂનાગઢ, ગીર-સોમનાથ જિલ્લા પંચાયત બંને જિલ્લામાં તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાનાં ચૂંટણીનાં ફોર્મ ભરવાની પ્રક્રિયા આજે પૂર્ણ થઇ છે. ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે ઉમેદવારોનો ઘસારો રહ્યો હતો.

જૂનાગઢ જિલ્લામાં ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે જિલ્લા પંચાયતમાં 47, 9 તાલુકા પંચાયતમાં 121 અને કેશોદ નગરપાલિકામાં 23 ફોર્મ મળી કુલ 191 ફોર્મ ભરાયા હતા. જયારે ગીર-સોમનાથ જિલ્લામાં અંતિમ દિવસે જિલ્લા પંચાયતમાં 54, 6 તાલુકા પંચાયતમાં 214 અને 4 નગરપાલિકામાં 246 મળી કુલ 514 ફોર્મ ભરાયા હતા.

જયારે આજ સુધીમાં જૂનાગઢ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કુલ 1061 ફોર્મ અને 1051 ઉમેદવાર ચૂંટણી લડવા માટે ફોર્મ રજુ કર્યા છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં 1018 ફોર્મ અને 903 ઉમેદવાર ચૂંટણી લડવા માટે ફોર્મ રજુ કરી ચુક્યા છે. જોકે, બંને જિલ્લામાં એક પણ ઉમેદવારે એકપણ ફોર્મ રજુ કર્યું નથી.

માણાવદરમાં એક અઠવાડિયા પહેલા કોંગ્રેસમાં જોડાયેલ અગ્રણી અપક્ષ ઉમેદવારી કરી

વેરાવળનાં પ્રાંત અધિકારી કચેરી પાસે શનિવારે મોટી સંખ્યામાં વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા મા ફોર્મ ભરવા માટે મોટી ભીડ લાગી હતી. ત્યારે 3:10 કલાકનો સમય બાકી હોય ત્યારે જાતે પ્રાંત અધિકારી અનસુરય ઝંણકાંત બહાર આવ્યાં હતાં,અને લોકોને સુચના આપી હતી. પરિસરની અંદર બિનજરૂરી રીતે ઉભેલા લોકોને બહાર નિકળો અને જેને ફોર્મ ભરવા હોય તે લાઇનમાં ઉભા રાખ્યાં હતાં.

રાજુભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે જે સમયે હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખે નાનડીયા ની તાલુકા પંચાયત સીટ ઉપરથી કોંગ્રેસ તરફથી ટિકિટ આપવાનું વચન આપ્યું હતું પરંતુ ટિકિટ ના મળતા આજરોજ મેં અપક્ષ તરીકે ઉમેદવારી નું ફોર્મ ભર્યું હતું માણાવદરમાં એક અઠવાડિયા પહેલા કોંગ્રેસમાં જોડાયેલ અગ્રણી અપક્ષ ઉમેદવારી કરી.

માણાવદરમાં તાજેતરમાં એક અઠવાડિયા પહેલા કોંગ્રેસની મીટિંગ મળી હતી જેમાં સીતાણા ગામના અગ્રણી કોંગ્રેસમાં જોડાયા હતા બાદમાં તેઓને ટિકિટ ન મળતા આજરોજ અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. આ અંગે રાજુભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે જે સમયે હું કોંગ્રેસમાં જોડાયો ત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખે નાનડીયા ની તાલુકા પંચાયત સીટ ઉપરથી કોંગ્રેસ તરફથી ટિકિટ આપવાનું વચન આપ્યું હતું પરંતુ ટિકિટ ના મળતા આજરોજ મેં અપક્ષ તરીકે ઉમેદવારી નું ફોર્મ ભર્યું હતું.

જૂનાગઢ જિલ્લા પંચાયત

બેઠક

ફોર્મ ભરાયા

ઉમેદવાર
30158152
9 તાલુકા પંચાયત
બેઠકફોર્મઉમેદવાર
158758754
કેશોદ નગરપાલિકા
વોર્ડફોર્મઉમેદવાર
9145145

ગીર-સોમનાથ જિલ્લા પંચાયત

બેઠકફોર્મઉમેદવાર
28112112
6 તાલુકા પંચાયત
બેઠકફોર્મઉમેદવાર
128482480
4 નગરપાલિકા
વોર્ડફોર્મઉમેદવાર
32424311

પૂર્વ ધારાસભ્યનાં પુત્રનું નામ રાતોરાત બદલી ગયું
સુત્રાપાડા તાલુકા પંચાયતની પ્રાંસલી બેઠક પર પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારનાં પુત્ર પરેશભાઇનું નામ જાહેર થયું હતું. જોકે, બાદ આ બેઠક પર રાજેશકુમાર ભગતભાઇ ઝાલાને ટિકીટ આપવામાં આવી છે. સુત્રાપાડા તાલુકા પંચાયતમાં વસાવડ સીટ ઉપરથી ભાજપ પાર્ટીના ચાલુ ઉમેદવાર અને સુત્રાપાડા તાલુકા પંચાયતના ચેરમેન જગદીશભાઈ પરબતભાઈ બારડને ભાજપ પાર્ટીએ ટિકિટ ન આપતા વાસાવડ બેઠક ઉપરથી અપક્ષમાં આજે ફોર્મ ભરાવતા પ્રાંસલી જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં રાજકારણ ગરમાયું છે.

આપે 108 ઉમેદવાર ઉભા રાખ્યાં
આમ આદમી પાર્ટીએ જૂનાગઢ જિલ્લાની 9 તાલુકા પંચાયતમાં 9 ઉમેદવાર, કેશોદ નગર પાલિકામાં 32 ઉમેદવાર, જિલ્લા પંચાયતમાં 16 ઉમેદવાર અને જૂનાગઢ કોર્પોરેશનની પેટા ચૂંટણીમાં 1 ઉમેદવાર મળી 108 ઉમેદવાર મેદાને ઉતાર્યા છે. પ્રથમ વખત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર મેદાનમાં છે.

માળિયામાં ભાજપ કોંગ્રેસનાં પક્ષ બદલુને ટિકીટ
માળિયા હાટીનામાં જિલ્લા પંચાયતની સીટ ઉપર ભાજપનાં દિલીપસિંહ સિસોદીયા અને કોંગ્રેસનાં હરસુરભાઇ સિસોદીયા લડી રહ્યા હતા. દિલીપસિંહ મુળ કોંગ્રેસનાં હતા. અને છેલ્લા ત્રણ વર્ષથી ભાજપમાં આવ્યા છે ત્યારે હરસુરભાઇ સિસોદીયા પહેલા ભાજપમાં હતા અને હાલ કોંગ્રેસમાં આવ્યા છે.

કોડીનારમાં ભાજપ કાર્યકરની અવગણના થતા નારાજગી
કોડીનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપમાં ભડકો ભાજપ સાથે કાઈમી સમર્થનમાં રહેતા હોય તેવા કાર્યકરોની અવગણના થતા તેમજ સગાવાદ ઉપર ચાલતી પાર્ટીને રામ રામ કરતા કર્યકરો. વિઠલપુર ગામના સરપંચ પ્રતાપભાઈ મહિડા દ્વારા ડોળાસા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપમાં માગણી કરી હતી. પરંતુ કાર્યકરની અવગણના થતા તેમણે ડોળાસા જિલ્લા પંચાયતની બેઠક પર તેની પત્નીનું ફોર્મ તથા તેણે નગડલા તાલુકા પચાંયત સીટ પર આપ પાર્ટી માંથી ફોર્મ ભર્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો