બાળકોની બોલાચાલીમાં મહિલાનું મોત:વેરાવળમાં ગત મોડીરાત્રે થયેલી મારામારીમાં છ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી લીધા

ગીર સોમનાથએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાને પગલે તણાવ પ્રસરી જતા પોલીસે જાલેશ્વર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો

વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં ગત મોડીરાત્રીના ઝાપટ માર્યાના મુદે ઠપકો આપવા ગયેલ મહિલા અને તેના લોકો ઉપર સામેના જુથના લોકોએ હથીયારો વડે જીવલેણ હુમલો કરલ હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા છ વ્‍યકિતઓને સારવાર અર્થે સિવિલ હોસ્‍પીટલએ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં એક મહિલાનું સારવાર દરમિયાન મૃત્‍યુ નિપજ્યું હતું. જ્યારે પાંચેય ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ બંન્ને જૂથોના લોકોને વિખેરી નાંખી જાલેશ્વર વિસ્તાર અને હોસ્પીટલએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ અથડામણ મામલે પોલીસે રાયોટીંગ અને હત્‍યાની કલમો મુજબ ગુનો નોંધી છ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી લઇ ઘોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

માછીયારા સમાજના બે જુથ વચ્ચે મારામારી થઇ હતી
આ ઘટના અંગે પોલીસમાંથી પ્રાપ્‍ત વિગત મુજબ વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં ગત મોડીરાત્રીના માછીયારા સમાજના બે જુથના લોકો સામ સામે આવી જતા હિંસક અથડામણ સર્જાઈ હતી. જેમાં એક જુથ દ્રારા ભાલા, ગુપ્તી અને કાતા જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરેલ હતો. જેમાં મહેંદી સમીર લુચાણી (ઉ.20), નુરબેન ઇસબાણી (ઉ.60), એમનાબેન ઢોકી (ઉ.36), કાસમ અબ્દુલ ઢોકી (ઉ.40), આરીફ ઇસબાણી (ઉ.22), અમીનાબેન કાસમ લુચાણી (ઉ.35) ને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર અર્થે સિવીલ હોસ્પીટલમાં ખસેડાયેલ હતા. જ્યાં નુરાબેનને ભાલા અને ગુપ્‍તીના નવેક ઘા મારેલ હોવાથી ગંભીર ઇજાઓના કારણે મૃત્યુ નીપજ્યુ હતુ. જ્યારે બાકીના પાંચેયને સારવાર આપવામાં આવી હતી. આ હિંસક અથડામણની જાણ થતા જ પોલીસ સ્ટાફ દોડી જઇ બંન્ને જુથના લોકોને વિખેરી નાંખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ મામલે પોલીસે અમીનાબેન કાસમ લુછાણીની ફરીયાદના આઘારે છ શખ્‍સો સામે આઇપીસી કલમ 143, 147, 148, 149, 302, 324, 504, 506(2) તથા જી.પી.એકટ 135 મુજબ ગુનો નોંઘી તપાસ હાથ ધરી હતી.

બબાલમાં મહિલાનું મોત
આ અંગે સીટી પીઆઇ સુનીલ ઇસરાણીએ જણાવ્યું હતું કે, હુમલામાં મૃત્‍યુ પામેલ નુરાબેન હુસેનભાઇ ઇસબાણીનો દીકરો રિયાન ઘર પાસે ફળીયામાં રમતો હતો. ત્‍યારે ઇમ્તીયાઝ કાસમ ઢોકી તેને ગાલ ઉપર ઝાપટ મારી જતો રહેલ હતો. જેથી નુરાબેન તેમના પરીચીતો સાથે કાસમ ઢોકીના ઘરે ઠપકો આપવા ગયા હતા. ત્‍યારે ત્‍યાં હાજર છ જેટલા શખ્‍સોએ ઉશ્કેરાઇ જઇ જુદા જુદા ઘાતક હથીયારો વડે જીવલેણ હુમલો કરેલ હતો. આરોપીઓને ઝડપવા પીએસઆઇ મુસાર અને ખુમાણના નેતૃત્‍વમાં પોલીસની જુદી-જુદી ટીમો બનાવી કામે લગાડી હતી. જેમાં ગણતરીના કલાકોમાં જ હ્યુમન સર્વેલન્સ તથા ટેકનીકલ સર્વેલન્સની માહિતીના આઘારે શહેરમાંથી જ (1) કાસમ અબ્દુલા ઢોકી (2) ઇસ્માઇલ અબ્દુલા ઢોકી (3) ઇમ્તીયાઝ કાસમ ઢોકી (4) સુલેમાન અબ્દુલા ઢોકી (5) શબ્‍બીર અબ્દુલા ઢોકી (6) સાહીલ સુલેમાન ઢોકી તમામ રહે.જાલેશ્વર વાળાઓને ઝડપી લેવામાં આવ્‍યા હતા.

અન્ય સમાચારો પણ છે...