તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:એક કેદીએ જ બીજાએ લાવેલો ફોન કાઢી આપ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માંગરોળ સબજેલમાંથી સીમ વિનાનો ફોન મળ્યો

માંગરોળની સબ જેલમાં રખાયેલા એક કેદીએજ બીજા કેદી પાસે રહેલો મોબાઇલ ફોન જેલરને આપી દેતાં ફોન લાવનાર કેદી સામે ફરિયાદ નોંધાઇ છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદ તાલુકાના સુત્રેજ ગામનો જીતુ ઉર્ફે જગદીશભાઇ નાથાભાઇ સુત્રેજાને માંગરોળની સબજેલમાં કાચ કામના કેદી તરીકે રખાયો છે.

તેણે આજે સવારે રાઉન્ડમાં આવેલા ગાર્ડ રાણવીરસીંહ નાગદાનભાઇ સીસોદિયાને એક કોથળીમાં રાખેલો મોબાઇલ આપીને કહ્યું, થોડા સમયથી અમારી બેરેકમાં કચ્છના આધોઇનો હાજી હસન સમા કાચાકામનો કેદી છે. તેની પાસે આ મોબાઇલ ફોન છેે. જોકે, તેમાં સીમકાર્ડ નહોતું. રાણવીરસીંહે આ અંગે જેલર અરજણભાઇ બાવનજીભાઇ મેવાડાને જાણ કરતાં તેમણે આ અંગે માંગરોળ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...