જાહેરાત:રોપ-વેના ભાવ ઘટાડા મુદ્દે જનતાને વધુ એક લોલીપોપ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંપનીએ કોરોના વોરિયર્સ માટે રોપ-વે ટિકીટના ભાવમાં 40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. - Divya Bhaskar
કંપનીએ કોરોના વોરિયર્સ માટે રોપ-વે ટિકીટના ભાવમાં 40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
  • સામાન્ય પ્રજા માટે હજુ ભાવમાં કોઇ જ પ્રકારનો ઘટાડો કરાયો નથી

ટિકીટના ભાવ ઘટાડવાના મુદ્દે ઉષા બ્રેકો કંપનીઓ જનતાને વધુ એક લોલીપોપ આપી છે. સામાન્ય પ્રજાને રોપ-વેની ટિકીટમાં રાહત આપવાના બદલે કોરોના વોરિયર્સને 40 ટકા રાહત આપી છે. આ રીતે કંપનીએ રોપ-વેની ટિકીટના ભાવ ઘટાડવા મુદ્દે લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરી પોતાની ખરડાયેલી છબી સુધારવાનો પ્રયાસ કર્યો છે. ગિરનાર રોપ-વે અને વિવાદ બન્ને એક સિક્કાની બે બાજુ છે. જ્યારથી રોપ-વે શરૂ થય ત્યારથી તેના તોતીંગ ભાડાને લઇ આમ જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોની અનેક રજૂઆત છત્તાં ઘમંડી ઉષા બ્રેકો કંપનીએ ટિકીટના ભાવમાં ઘટાડો ન કર્યો.

જોકે,હવે પ્રવાસીઓ ઘટયા હોય કંપનીને નવો તુક્કો અજમાવ્યો છે. કંપનીએ કોરોના વોરિયર્સ માટે રોપ-વે ટિકીટના ભાવમાં 40 ટકાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આમાં ખાસ કરીને ડોકટર, નર્સ, એમ્બ્યુલન્સના ડ્રાઇવર, પોલીસ, આશા વર્કર બહેનો, કોરોનાની કામગીરી સંભાળી રહેલા મેડીકલ સ્ટુડન્ટ,પાવર, ગેસ, ટેલીકોમ, સરંક્ષણદળની વ્યક્તિ તેમજ મિડીયા કર્મીઓ અને તેના પરિવારનો સમાવેશ કરાયો છે. વળી 40 ટકાનું ડિસ્કાઉન્ટ પણ કાયમી માટે નહિ માત્ર 31 ડિસેમ્બર સુધી જ રખાયું છે.

અન્ય સમાચારો પણ છે...