તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:જૂનાગઢમાં એક માસની રેફ્રીજરેશન અને એસી રીપેરીંગની તાલીમ આપી 35 યુવાનોને આત્‍મનિર્ભર બનાવવાનું આયોજન

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એસબીઆઇ ગ્રામીણ રોજગાર સંસ્થા ખાતે જૂનાગઢ અને ગીર સોમનાથના 35 યુવાનોને રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમનો ઉદઘાટન સમારોહ યોજાયો

જૂનાગઢમાં બીલખા રોડ સ્થિત એસબીઆઇ ગ્રામીણ રોજગાર સંસ્થા દ્વારા યુવાનો સ્વરોજગારી મેળવી શકે તે હેતુસર નિ:શુલ્‍ક રોજગારલક્ષી તાલીમ આપવાનું કામ કરે છે. જેમાં તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થી યુવાનો આત્‍મનિર્ભર બની રોજગારી મેળવતા થાય છે. આ સંસ્‍થા દ્વારા તાજેતરમાં સોરઠના બે જિલ્લાના 35 યુવાનોને તાલીમ આપવાની શરૂ કરી છે.

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 35 યુવાનોને એક માસની રેફ્રીજરેશન અને એરકંડીશન રીપેરીંગની તાલીમ આપવાનો એસબીઆઇ ગ્રામીણ રોજગાર સંસ્થા ખાતે તાલીમ ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલીમમાં જોડાયેલ 35 યુવાનોને કાયમી આજીવિકા મળી રહે તે માટે ટ્રેનર કરણ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તા.15 ફેબ્રુઆરીથી તા.16 માર્ચ સુધી તાલીમ આપવામાં આવશે.

આ ઉદઘાટન પ્રસંગે જૂનાગઢના ડી.એલ.એમ કિરણભાઇ વ્યાસે જણાવેલ કે, રેફ્રીજરેશન અને એરકંડીશન રીપેરીંગની તાલીમથી તાલીમાર્થી યુવાનોને કાયમી આજીવિકા મળી રહે તે હેતુસર રાજય સરકાર અને સંસ્‍થા દ્વારા તાલીમ આપવાના વર્ગનું આયોજન કરવામાં આવે છે. તાલીમ કાર્યક્રમનો ઉદેશ જણાવી તાલીમાર્થીઓને તેનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી. આ તાલીમ વર્ગનું આયોજન નાબાર્ડ દ્વારા કરવામાં આવે છે. જૂનાગઢના લીડ બેંક મેનેજર વાધવાણી, ગીર-સોમનાથના અશોક વ્યાસ ઉપસ્થિત રહી યુવાનોને તાલીમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતુ. આ કાર્યક્રમનું સંચાલન અજીત પરમારે કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો