રેરેસ્ટ ઓફ ધ રેર:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં એક સિંહણે પાંચ સિંહબાળને જન્મ આપ્યો

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સિંહણ સાથે સિંહબાળની તસવીર - Divya Bhaskar
સિંહણ સાથે સિંહબાળની તસવીર
  • સક્કરબાગમાં સિંહણે અગાઉ 3 બચ્ચાંને જન્મ આપ્યો હતો
  • વર્ષમાં 24 સિંહબાળ જન્મ્યાં, 9 સિંહ એનીમેલ એક્સચેન્જમાં મોકલાયાં

જૂનાગઢ સક્કરબાગમાં અગાઉ 3 સિંહ બાળને જન્મ આપનાર ડી 9 સિંહણે વધુ 5 સિંહ બાળને જન્મ આપ્યો છે. આ સાથે સક્કરબાગમાં 1 વર્ષમાં જન્મનાર સિંહ બાળની સંખ્યા 24 એ પહોંચી છે. 1 વર્ષમાં એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ 9 સિંહને અન્ય સ્થળે મોકલાયા છે.

વહેલી સવારે 5 સિંહબાળનો જન્મ
આ અંગે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના RFO એ જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ડી નાઇન સિંહણ અને એ વન સિંહના મેટીંગથી મંગળવારે વ્હેલી સવારે 5 સિંહ બાળનો જન્મ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડી નાઇન સિંહણે અગાઉ 3 સિંહ બાળને જન્મ આપ્યો હતો. આમ,ડી નાઇન અત્યાર સુધીમાં 8 સિંહ બાળની માતા બની છે.

એક વર્ષમાં 24 સિંહબાળ જન્મ
ડી નાઇન સિંહણ અને એવન સિંહ બન્ને વર્ષો પહેલા સક્કરબાગમાં જન્મ્યા હતા.ખાસ કરીને એકી સાથે 5 સિંહ બાળનો જન્મ એ રેરેસ્ટ ઓફથી રેર કેસમાં ગણાય છે. એક વર્ષમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 24 સિંહ બાળનો જન્મ થયો છે. સામે એનીમલ એક્ષ્ચેન્જ હેઠળ એક વર્ષમાં 6 સિંહ પટના અને 3 દિલ્હી મળી કુલ 9 સિંહોને અન્ય સ્થળે મોકલાયા છે.