તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વેરાવળના ગોવિંદપરા પાસે છકડો રિક્ષા પલ્ટી જતા એકનું મોત

વેરાવળ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રિક્ષાની એક્સલ તૂટી જતા અકસ્માત સર્જાયો
 • દાદાભાઈ ગોહેલ નામના મુસાફરનું મૃત્યુ

વેરાવળના ગોવિંદપરા ગામ પાસે છકડો રિક્ષા પલ્ટી જતા એક મુસાફરનું મૃત્યુ નિપજ્યું હતું. તો એક મુસાફર ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત મુજબ પ્રભાસ પાટણ ખાતે કનકાઇ મંદિરની બાજુમાં રહેતા દાદાભાઇ ગોહેલ સેમરવાવ ગામે તેમના કુટુંબીનું મરણ થયેલ હોવાથી છકડો રીક્ષા નં. જી.જે. ૧૧ વાય. ૩૮૮પ માં બેસી સેમરવાવ ગામે જઇ રહ્યા હતા. તે સમયે રિક્ષાની એક્સલ તૂટી જતા રિક્ષા પલ્ટી ગઈ હતી.

રિક્ષા પલ્ટી જતા રિક્ષામાં સવાલ દાદાભાઈ સહિતના મુસાફરો ઈજાગ્રસ્ત થતા તમામને 108 દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં દાદાભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતકના પિતા કાસમ ગોહેલે રીક્ષા ચાલક ઇબ્રાહીમ કાલવાતની સામે પ્રભાસ પાટણ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ મારુએ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો