તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:માંગરોળ-વેરાવળ રોડ પર આરેણા ગામ પાસે ટ્રક ચાલકે રિક્ષાને અડફેટે લેતા એકનું મોત, એક ઘાયલ

માંગરોળ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિક્ષામાં સવાર બંને ભાઈઓ પોરબંદરથી પરત વેરાવળ જઈ રહ્યા હતા

વેરાવળમાં પ્રભાસપાટણ સીમમાં રહેતા બે ભાઈઓ રીક્ષા લઈ પોરબંદરથી પરત વેરાવળ આવી રહ્યા હતા. ત્યારે માંગરોળ - વેરાવળ રોડ પર આરેણા ગામ નજીક ટ્રકચાલકે રીક્ષાને હડફેટે લેતા એક ભાઈનું મોત થયેલું જ્યારે બીજા ભાઈને ઇજા થઈ હતી .આ અંગે ટ્રક ચાલક સામે ફરિયાદ કરતા માંગરોળ મરીન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની પોલીસમાંથી અંગેની વધુ વિગત મુજબ વેરાવળમાં પ્રભાસપાટણ પીપળી કાદી સીમ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલભાઈ કાલવાણીયા અને તેના ભાઈ નૂર મહંમદ ભાઈ પોતાની રિક્ષા લઈને વેરાવળ થી પોરબંદર મચ્છીનો ફેરો કરવા ગયા હતા. ત્યાંથી તેઓ રાત્રીના પરત ફરી રહયા હતા. ત્યારે માંગરોળ-વેરાવળ રોડ પર આરેણા ગામ નજીક ટ્રક ચાલકે રિક્ષાને હડફેટે લીધી હતી.

અકસ્માતમાં રિક્ષામાં સવાર ઇસ્માઇલભાઈ અને નૂરમહમદભાઈને ઇજા થઇ હતી. બંન્નેને પ્રથમ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં માંગરોળ ખસેડાયા હતા. જ્યાં ઇસ્માઇલભાઈને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. જયારે નૂરમહમદભાઈને ગંભીર ઇજા થવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરી ખસેડવામાં આવ્યા હતા.

108ના સ્ટાફે પ્રમાણિકતા દાખવી

આ અંગે ફરિયાદ થતા માંગરોળ મરીન પોલીસે અજાણ્યા ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ બંન્ને ભાઈઓ પાસે એક લાખ પાંચ હજાર રોકડ રકમ તેમજ પાકીટ અને અન્ય ડોક્યુમેન્ટ્સ પણ હતા. જે 108 ના સ્ટાફે તેમન સંબંધીઓને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...