અકસ્માત:સુત્રાપાડા નજીક હાઈવે પટ ક્રેટા કારના ચાલકે ડબલ સવાર બાઇકને અડફેટે લીધુ, એકનું મોત,એક ઘાયલ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદના આધારે ક્રેટા કારના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ખેરા ગામ પાસે આવેલ જૂના બસ સ્ટેશન સામે ક્રેટા કારના ચાલકે ડબલ સવાર મોટર સાયકલને અડફેટે લીધા હતા. જેમાં પાછળ બેસેલ આઘેડનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી કમકમાટીભર્યુ મૃત્યુ નીપજેલ જયારે ચાલકને ઇજાઓ સાથે સારવારમાં ખસેડેલ છે. આ અકસ્માત અંગે પોલીસે ગુનો નોંધી ક્રેટા કારના ચાલકની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

આ અકસ્માતની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડા પંથકમાં રહેતા દાનસિંગભાઇ માલાભાઇ બારડ ઉ.વ.37 તથા તેના કાકા મેરામણભાઇ રાજાભાઇ બારડ મોટર સાયકલ નં. જી.જે. 11 એ.આર. 4243 માં ગઈકાલે સાંજે ભુવાટીબીથી મોરડીયા ગામ જઇ રહેલ હતા. તે સમયે રસ્તામાં આવતા ખેરા ગામના જુના બસ સ્ટેશન પાસે સામેથી આવતી ક્રેટા મોટર કાર નં. જી.જે. 32 કે. 8842 ના ચાલકે કાકા-ભત્રીજાના મોટર સાયકલને હડફેટે લીધેલ ત્યારે પાછળ બેસેલ મેરામણભાઇ બારડ ઉછળીને રસ્તા પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચેલ જ્યારે તેમના ભત્રીજાને પણ ઇજા થઇ હોવાથી બંન્નેને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડેલ હતા. જયાં તબીબે મેરામણભાઈને મૃત જાહેર કરતા ગમગીની પ્રસરી ગઈ હતી. જ્યારે ભત્રીજા દાનસિંગભાઈને સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત અંગે દાનસિંગભાઇ બારડે ક્રેટા મોટરકારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા સુત્રાપાડા પોલીસે ગુનો નોંધી ક્રેટા કારના ચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...