તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:મંગલપુર ફાટક પાસે કાર-બાઈક વચ્ચે અકસ્માત,1નું મોત નિપજ્યું

માણેકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધુરા કામને લીધે છાશવારે હાઇવે પર અકસ્માત સર્જાય છે
  • બાઇક ચાલક વાડીએ થી પશુ આહારની બેગ લેવા જતો હતો

જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર અધુરા મુકાયેલા કામના લીધે છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યાં છે છતાં તંત્ર દ્રારા સમયસર કામગીરી કરવામાં આવતી ન હોય જેથી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યોં છે.ત્યારે જ ફોરટ્રેક પરના મંગલપુર ગામના ફાટક પાસે એક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.અને પશુ માટે આહારની બેગ લેવા જઈ રહેલા બાઈક ચાલક રાજુભાઇ રામશીભાઈ કચોટ ને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અને પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.આ યુવાને માણેકવાડા ની સીમમાં ખેતરનું ભાગ્યું રાખ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.અને હાલ ફાગળી ગામે રહેતાં હોવાનું જાણવા મળે છે.

વાવણી કરવાની હતી
મૃતક યુવાન ખેતરમાં મગફળીની વાવણી કરવાનો હતો પરંતુ આ કાર્ય બપોર પછી કરવાનું હોય જેથી પહેલાં પશુ આહાર લેવા જવાનું નક્કી કર્યું હતું અને રસ્તા માં જ અકસ્માત નડ્યો હતો.મૃતક યુવાન ખેતરમાં મગફળીની વાવણી કરવાનો હતો પરંતુ આ કાર્ય બપોર પછી કરવાનું હોય જેથી પહેલાં પશુ આહાર લેવા જવાનું નક્કી કર્યું હતું અને રસ્તા માં જ અકસ્માત નડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...