તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગ સાાધના:વિશ્વ યોગ દિવસે કર્યું એક કલાક શિર્ષાસન, 2.45 કલાક પદ્માસન

જૂનાગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢની ભવનાથ તળેટીમાં 60 વર્ષિય સાધુએ અનોખી યોગ સાધના કરી ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાધુનું શનિવારે ભવનાથ તળેટી ખાતે સન્માન કરવામાં આવશે. આ અંગે મળતી વિગત મુજબ ભવનાથ તળેટી સ્થિત પ્રગટેશ્વર મહાદેવ મંદિરે ખાતે 21 જૂને 7માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી.

આ ઉજવણી વખતે 60 વર્ષિય સાધુ બિરલાદાસ ગુરૂ બનારસીદાસ બાપુએ 1 કલાક સુધી શિર્ષાસન અને 2.45 કલાક સુધી પદ્માસન કરી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો જેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે. ત્યારે શનિવાર 10 જૂલાઇના સવારે 10 વાગ્યે ભારતી આશ્રમ, ભવનાથ તળેટી ખાતે બિરલાદાસ બાપુુને પ્રમાણપત્ર એનાયત કરાશે. આ તકે જવાહરભાઇ ચાવડા, મહંત હરિહરાનંદ ભારથી, ઇન્દ્રભારતી બાપુ, ગિરનાર મંડળના સંતો, મહંતો તેમજ પુનિતભાઇ શર્મા વગેરેની ઉપસ્થિતી રહેશે.

અન્ય સમાચારો પણ છે...