તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેરાવળ એસટી ડેપોમાં બે ડ્રાઈવરો વચ્ચે બસ ચલાવવા બાબતે બોલાચાલી અને મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. તમે રસ્તા પર આ રીતે કેમ બસ ચલાવો છો કહીં બોલાચાલી થઇ હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે બન્ને ડ્રાઈવરે એકબીજા સામે સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયા હાટીના તાબાના ઇટાળી ગામે રહેતા અને એસ ટી માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા વિરમલ દેવદાન સીસોદીયા ઉ.વ.46 તાલાલા થી વેરાવળ એસ ટી બસ લઇને આવી રહ્યાં હતા તે સમયે રસ્તામાં સેમરવાવ ગામ પાસે આગળની બસના ચાલકે ઓચિંતી બસ રોકી હતી. બન્ને બસ ચાલકો વેરાવળ ડેપોમાં મળતા રાજુભાઇ નિમાવત તથા અન્ય એક અજાણ્યા શખ્સે તમે રસ્તામાં બસ આ રીતે કેમ ચલાવો છો ? તેમ કહી ઉશ્કેરાઇ જઇ બીભત્સ શબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
સામે પક્ષે તાલાલા તાબાના બોરવાવ ગામે રહેતા અને એસ ટીમાં ફરજ બજાવતા રાજેશ જેન્તીભાઇ નિમાવત ઉ.વ.33એ પણ બસ ચલાવવાની બાબતે બોલાચાલી કરી બીભત્સ શબ્દો બોલી માર મારી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હે.કો. સંજયભાઇ સોલંકી એ હાથ ધરી છે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.