તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:સિવીલમાં ઓક્સિજનના અભાવે એકનું મોત, હાલ 8 કલાક ચાલે એટલો જ જથ્થો

જૂનાગઢ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરની સિવીલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવો
  • પૂરતો જથ્થો ફાળવવા, યુનિટ ઉભું કરવા ધારાસભ્ય ભીખાભાઇ જોષીની માંગ

દર્દીની થતી સારવારની તેના સબંધીને પણ જાણ થાય તે માટે જૂનાગઢ સિવીલના કોરોના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવવા તેમજ ઓક્સિજનની અછત દૂર કરવા રજૂઆત કરાઇ છે. આ અંગે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષીએ જિલ્લા કલેકટરને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, કોરોના વોર્ડમાં દાખલ થયેલા દર્દીની પુરતી કાળજી લેવામાં આવતી ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે. આ ઉપરાંત ઓક્સિજનનો પુરવઠો ન મળવાના કારણે એક દર્દીનું મોત પણ થયું છે. બાદમાં મારા પુત્ર મનોજભાઇ જોષીએ સિવીલની રૂબરૂ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે હાલની તકે સિવીલમાં માત્ર 8 કલાક ચાલે તેટલો જ ઓક્સિજનનો જથ્થો છે. ઓક્સિજન માટે રાજકોટમાં 2 અને ભાવનગર ખાતે 1 સપ્લાયર છે.

જૂનાગઢ માટે ઓક્સિજન રાજકોટથી આવે છે. જોકે ત્યાં પણ રિફીલીંગ કરાવવામાં લાઇનો લાગે છે. બુધવાર સાંજ સુધી ઓક્સિજન મળવાની સંભાવના ન જણાતા ભાવનગરથી ઓક્સિજનનો જથ્થો મંગાવાયો છે. ત્યારે ઓક્સિજનના અભાવે દર્દીના મોત થયું હોય પૂરતો જથ્થો ફાળવવા તેમજ જૂનાગઢમાં જ ઓક્સિજન યુનિટ ઉભું કરવાની માંગ છે. જ્યારે કોરોના વોર્ડમાં સીસીટીવી કેમેરા લગાવી બહારની સાઇડમાં ડિસ્પ્લે લગાવી દેવામાં આવે તો અંદર દાખલ કોરોના દર્દીની થતી સારવારની તેના પરિજનોને પણ જાણકારી મળે. જેથી સત્ય શું છે તેની પણ તમામને જાણ થાય. ત્યારે આ મામલે સત્વરે નિર્ણય લઇ કાર્યવાહી માટે જરૂરી આદેશ કરવા રજૂઆત કરાઇ છે. આ ઉપરાંત પૂરતી માત્રામાં પીપીઇ કિટ, માસ્ક વગરેની વ્યવસ્થા કરવા પણ ધારાસભ્ય ભીખાભાઇ જોષી દ્વારા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...