ધરપકડ:દેશી બનાવટની પિસ્તોલ, કાર્ટિસ સાથે એક ઝડપાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ અને 1 કાર્ટિસ સાથે 1 શખ્સને ઝડપી લીધો છે. પોલીસે તેની પાસેથી 10,100નો મુદ્દામાલ કબ્જે કરી અન્ય 1 આરોપીની શોધખોળ હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એ ડિવીઝન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, શહેરના ગુજરાત હાઉસીંગ બોર્ડ સોસાયટીમાં રહેતા રાહુલ ઉર્ફે યાજ્ઞીક હરસુખભાઇ ચાવડા પાસે ગેરકાયદેસર હથિયાર છે.

રાહુલ અત્યારે મજેવડી દરવાજા પાસેની પીજીવીસીએલની કચેરી પાસે જાહેર રોડ પર ઉભો છે. બાદમાં ત્યાં જઇ તપાસ કરતા રાહુલ મળી આવ્યો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી હાથ બનાવટની પિસ્તોલ અને કાર્ટિસ મળી આવેલ હતા. પોલીસે 10,000ની કિંમતની પિસ્તોલ અને 100ની કિંમતના કાર્ટિસ મળી કુલ 10,100નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે અન્ય આરોપી યુપીના મોહિતકુમાર ગુપ્તાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...