સરકારી યોજનાનો દુરુપયોગ:જૂનાગઢના બીલખામાંથી સાડા દસ લાખના બિનહિસાબી ઘઉં અને ચોખાનો જથ્થો ઝડપાયો

જુનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સસ્તા ભાવનું અનાજ મેળવી લોકો ફેરિયાઓને વેચી નાખતા હોવાનો ખુલાસો

જૂનાગઢ એસઓજીએ બાતમીના આધારે બીલખામાં ત્રણ ગોડાઉનમાં દરોડા પાડી સાડા દસ લાખની કિંમતના 41,890 કિલો ચોખા અને 14890 કિલો ઘઉંનો અનધિકૃત જથ્થો પકડી પાડતા ચકચાર પ્રસરી ગઈ છે.આ દરોડામાં સરકાર દ્વારા અપાતા અનાજના જથ્થાને દુકાનેથી લઈ કાર્ડધારકો ફેરિયાઓને વેંચી રોકડી કરી લેતા હોવાનું સામે આવ્યુ છે.

બિનહિસાબી સસ્તા અનાજનો જથ્થો ઝડપાયો
આ અંગે પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢ તાલુકાના બીલખામાં બગસરા રોડ પર, નવાગામમાં જૂનાગઢ રોડ પર અને ઉમરાળા રોડ પર આવેલા ગોડાઉનમાં અધિકૃત રીતે અનાજનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની બાતમી મળતા એસઓજી પીઆઈ એ.એમ.ગોહિલ, પીએસઆઇ જે.એમ.વાળા સહિતના સ્ટાફે દરોડો પાડ્યો હતો. જેમાં બીલખામાં જામા મસ્જિદ પાસે આવેલા અમીન જીકર ચોટલીયા અને ઈમ્તિયાઝ જીકર ચોટલીયાના કબ્જાના ગોડાઉનમાંથી 37,607 કિલો ચોખા અને 2925 કિલો ઘઉં મળી આવ્યા હતા. જ્યારે નવાગામમાં જૂનાગઢ રોડ પર આવેલા મયુર હરેશ સોલંકીના કબ્જાના ગોડાઉનમાંથી 4200 કિલો જ્યારે ઉમરાળા રોડ પર આવેલા સાજીદ રજાક ચૌહાણના કબ્જાના ગોડાઉનમાંથી 65 કિલો ઘઉં મળી હતા.એસઓજીના સ્ટાફે 7.52 લાખની કિંમતના 41807 કિલો ચોખા અને 2.82 લાખની કિંમતના 14890 કિલો ઘઉંનો અનધિકૃત જથ્થો પકડી લઈ આગળની કાર્યવાહી માટે બીલખા પોલીસને સોંપ્યો હતો.

સસ્તા દરે અનાજ લઈ ફેરિયાઓને વેચી દેવાતું હોવાનો ખુલાસો
સરકાર દ્વારા સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવે છે.તેમાં ઘઉંની ગુણવતા સારી હોતી નથી.અને લોકોને જે ચોખા મળે છે.તેટલો ઉપયોગ કરી શકતા નથી.આથી રાશનકાર્ડ ધારકો ફેરિયાઓને અનાજ વેંચી રોકડી કરી લેતા હોવાનું જાણવા મળ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં 23 એપ્રિલના વિસાવદર તાલુકાના જેતલવડ નજીકથી સાડા ત્રણ લાખની કિંમતનું 16780 કિલ્લો તથા કેશોદ નજીકથી સવા ચાર લાખની કિંમતનો 17 હજાર કિલો જ્યારે જુન માસમાં બાટવામાથી આઠેક લાખની કિંમતનો 38100 કિલો અને આજે બીલખામાંથી 10.35 લાખની કિંમતનો 56697 કિલો અનધિકૃત અનાજનો જથ્થો પકડાયો છે.

અન્ય સમાચારો પણ છે...