તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:શહેરમાંથી 41 બોટલ દારૂ સાથે એક આરોપી ઝડપાયો

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • પરમિટના આધારે દારૂ ખરીદી વેેંચાણ કરતો હતો

પરમિટના આધારે દારૂ ખરીદી તેનુું વેંચાણ કરવાની બુટલેગરની નવી મોડેસ ઓપરેન્ડીનો પર્દાફશ થયો છે. પોલીસે 41 બોટલ દારૂ સાથે 1 શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, દારૂની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચનાથી ખાસ પેટ્રોલીંગ હાથ ધરાઇ રહ્યું છે.

દરમિયાન શહેરના હરિઓમ નગરમાં રહેતો હર્ષિલ અરવિંદભાઇ કારીયા નામનો શખ્સ દારૂ વેંચતો હોવાની બાતમી મળી હતી. બાદમાં બી ડીવીઝન પીઆઇ આર.બી. સોલંકીની સૂચનાથી સ્ટાફે દરોડો પાડી 41 બોટલ દારૂ કિંમત 4,100 તેમજ મોબાઇલ ફોન કિંમત 10,000 નો મળી કુલ 14,100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દરમિયાન હર્ષિલ દારૂ પીવાની અલગ અલગ પરમીટોના આધારે દારૂ મંગાવી વેંચાણ કરતો હોવાનું ખુલવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો