જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામેથી ફરી એકવાર દરીયાની રેતી ચોરી કરતાં ટ્રેક્ટર ઝડપાયા આ દરીયાઈ રેતીચોરી કરતાં ટ્રેક્ટર માં નંબર પ્લેટ વગરની હોય હોવાનું જાણવા મળ્યું છે. માંગરોળ તાલુકામાં છેલ્લા ઘણાં સમયથી દરીયાઈ રેતીચોરી કરતાં ઈસમો બેફામ બન્યા છે ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા લાલ આંખ કરી હતી અને ખાનખણનીજ ચોરી કરતાં નંબર વગરનાં ટ્રેક્ટર ઝડપી પાડ્યાં છે, પણ નંબર પ્લેટ ના વગર ના ટ્રેક્ટર નીકળવાથી સામે કોઈ અધિકારી તેનો નિર્ણય ના કોઈ લઈ શકે તે માટે આરટીઓની ચોરી કરી ટેક્સ કે વીમો ભર્યા વગર આ ટ્રેક્ટરનો ઉપયોગ કરી સરકારનો ટેક્ષ અને રોયલ્ટી નોધણી ચોરી કરવામાં આવી હોવાની પણ જાણવા મળી રહ્યું છે
હાલ જો વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકામાં ઘણી રેતી ચોરી કરતા અને ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. ત્યારે મનગરો વિસ્તારમાં ખાણ ખનિજ અને રેવન્યુ વિભાગ ની બે દરકારી હોય તેમ લાગી રહ્યું છે જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા એકપછી એક ટ્રેક્ટર ઝડપી ખનીજ વિભાગ ને સોંપવામાં આવ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.