તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગેરરીતિ:ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ની પરીક્ષાના ત્રીજા દિવસે વેરાવળમાં 9 કોપી કેસ થયા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે સેશનમાં કુલ 162 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જૂનાગઢ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્રારા પી.જી. સેમેસ્ટર 1 ની એમ.એ., એમ.એસ.ડબલ્યુ., એમ.કોમ., એમ.એડ., એમ.એસસી., એલએલ.એમ., એમ.આર.એસ., એમ.એસસી. (આઈ.ટી.), એમ.એસસી.(ફોરેન્સિક સાયન્સ), પીજીડીસીએ, બી.એડ. સહીતની પરીક્ષામાં આજ ત્રીજા દિવસે 9 કોપી કેસ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

પરીક્ષાના ત્રીજા દિવસે ગીર સોમનાથના જીલ્‍લા મથક વેરાવળમાંથી એમએસ.સી. કેમેસ્ટ્રી તથા એમ.એસ.ડબલ્યુ.ના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝેશન વિષયના પેપર દરમ્‍યાન સીસીટીવી અને સ્‍કોડ દ્રારા કુલ 9 કોપીકેસ કરવામાં આવ્યા હતા.

આજે પરીક્ષાના ત્રીજા દિવસે બે સેશનમાં કુલ 5886 વિદ્યાર્થીઓમાંથી 162 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળેલ છે. યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો.ચેતનભાઈ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ વિવિધ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી CCTV મોનીટરીંગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપુર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. તમામ પરીક્ષાઓ કોવિડ ગાઈડલાઈન્સ મુજબ લેવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો