કોરોના અપડેટ:ગીર સોમનાથમાં ત્રીજા દિવસે કોરોના કેસોમાં આંશિક ઘટાડો, આજે 56 નવા કેસો આવ્યા

ગીર સોમનાથ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • જિલ્લા મથક વેરાવળમાં આજે પણ સર્વોચ્ચ 46 જેટલા કોરોનાના કેસો આવતા લોકોમાં ચિંતાની લાગણી પ્રસરી
  • જીલ્‍લામાં 1 હજાર લોકોને વેક્સિનના ડોઝ અપાયા

કોરોનાની ત્રીજી લહેરના પ્રારંભ બાદ ગીર સોમનાથ જીલ્‍લામાં કોરોનાના કેસોમાં થોડા દિવસોથી નોંધપાત્ર રીતે વધી રહ્યા હતા. દરમ્યાન ત્રીજી લહેરના પ્રારંભ પછી ગઈકાલે પ્રથમ વખત વેરાવળ સહિત જિલ્લામાં સર્વોચ્ચ કેસો નોંધાયા હતા. બાદમાં આજે વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ આંશિક ઘટયુ હોવાનું સામે આવ્યુ છે. આજે જિલ્લામાં 56 જેટલા કોરોનાના નવા કેસો સામે આવ્‍યા છે. આજે નોંધાયેલા કેસોમાં વેરાવળમાં 46, સુત્રાપાડામાં 1, ઉનામાં 9 કેસ નોંઘાયો છે. જિલ્લામાં ગઈકાલ બાદ આજે કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે.

કોરોના મહામારી સામે રામબાણ ઇલાજ સમાન વેક્સિન આપવાની કામગીરી પણ જીલ્‍લામાં પુરજોશમાં થઇ રહી છે. જેમાં વાત કરીએ તો આજે ગીર સોમનાથ જીલ્‍લામાં 1091 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જયારે જીલ્‍લામાં કન્‍ટેટમેન્‍ટ ઝોનમાં 134 ઘરો અને 762 લોકો છે.

આજે ગીર સોમનાથ જીલ્‍લામાં એન્ટીજન 82 અને RTPCR 870 મળી કુલ 952 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આજે 232 એકટીવ કેસો છે જે તમામ હોમ આઇસોલેટ છે. જિલ્લામાં ગઇકાલે કોરોનાનો પોઝીટીવ રેટ 2.45 ટકા હતો જે આજે અઢી ગણો વધીને 5.88 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...