તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુનિવર્સિટીની પરીક્ષા:ત્રીજા દિવસે 319 વિદ્યાર્થીઓ ગેરહાજર, 2 કોપી કેસ થયા

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષાના ત્રીજા દિવસે 319 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જ્યારે 2 કોપી કેસ થયા હતા.

આ અંગે કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની યુજી સેમેસ્ટર 5(પૂરક), પીજી અને બીએડ સેમેસ્ટર 2 અને 4 તેમજ એલએલબી સેમેસ્ટર 1ની ઓફલાઇન પરીક્ષા યોજાઇ રહી છે. આ પરીક્ષા 2 સેશનમાં 79 કેન્દ્રો પર લેવાઇ રહી છે. દરમિયાન પરીક્ષાના ત્રીજા દિવસે કુલ 13,333 છાત્રો પૈકી 319 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે બીએસસી કેમેસ્ટ્રી અને બીકોમ વિષયમાં જૂનાગઢ અને કેશોદ ખાતે 1-1 મળી કુલ 2 કોપી કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...