તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેબીનાર:મહારાણા પ્રતાપ જયંતિ નિમિતે નરસિંહ મહેતા યુનિ. દ્વારા રાષ્ટ્રીય ઓનલાઈન સંગોષ્ઠનું આયોજન કરાયું

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેબીનારની પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
વેબીનારની પ્રતીકાત્મક તસ્વીર

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા મહારાણા પ્રતાપની 481મી જન્મજયંતી નિમિતે ભગવદ્ ગીતા, મહારાણા પ્રતાપ ઔર ભારત વિષય ઉપર રાષ્ટ્રીય ઓનલાઈન સંગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય વક્તા તરીકે હાજર રહેલ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દિલ્હીના અધ્યક્ષ રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, માનવ અધિકારોની રક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને ગીતા સાર અનિવાર્ય છે. ધર્મ, કર્મ અને અધર્મની સાચી સમજણ ભગવદ્ ગીતામાં જ છે. ગીતા સાર પ્રમાણે જ મહારાણા પ્રતાપે માનવ કલ્યાણ ધર્મની રક્ષા કરી હતી. મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો સમર્પણનું પ્રતીક ગણાય છે.

મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલ રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ રવિ આર.ત્રિપાઠીએ જણાવેલ કે, મહારાણા પ્રતાપ વિશ્વના તમામ લોકો માટે વંદનીય અને રોલ મોડેલ છે. આજના સમયમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા જ પરિવર્તનની શરૂઆત થઇ શકે છે. તેઓએ ભારતની મહાન સંસ્કૃતિને વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ગણાવી હતી.

રાજસ્થાન માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ન્યાયમૂર્તિ ગોપાલકૃષ્ણ વ્યાસે ઐતિહાસિક હલ્દીઘાટીના યુદ્ધનો ઉલ્લેખ કરી સ્વાભિમાનપૂર્વક અન્યાય સામે લડેલ મહારાણા પ્રતાપને યુવાનોના પ્રેરણસ્રોત ગણાવ્યા હતા. સમાજમાં પરિવર્તન લાવવાનું મુખ્ય કામ માત્ર સારા શિક્ષકો જ કરી શકે તેમ છે. શિક્ષણ એ જ પરિવર્તનનું મુખ્ય માધ્યમ છે.

મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી યુનિવર્સિટી વર્ષાના કુલપતિ પ્રો.રજનીશ શુક્લએ સ્વ.નરસિંહ મહેતાને યાદ કરીને જણાવ્યું હતું કે, ભારતના વર્તમાન સમયમાં મહારાણા પ્રતાપના જીવન મૂલ્યો અને સર્વોચ્ચ બલિદાનનું અનન્ય મહત્ત્વ છે. ધર્મનો ધર્મ ગ્રંથ એટલે જ ગીતા. આજે ભારત કોઈપણ આક્રમણને પહોંચી શકવા સક્ષમ છે.

સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના કુલપતિ પ્રો.આર.એસ.દુબેએ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને સમજાવ્યો હતો અને સંસ્કૃતિની નિરંતરતાને મુખ્ય ગણાવી જણાવ્યું હતું કે, જ્ઞાન, ભક્તિ અને કર્મનું મહત્ત્વ એટલે જ ગીતા. ભક્ત ફૂલસિંહ મહિલા યુનિવર્સિટી સોનિપત હરિયાણાના પૂર્વ કુલપતિ પ્રો.સુષ્મા યાદવે જણાવ્યું હતું કે ભગવદ્ ગીતાને આત્મસાત કરીને પૂર્ણ સમર્પણ વૃતિ સાથે મહારાણા પ્રતાપ યુદ્ધ લડ્યા હતા અને તેઓએ શૂરવીરતાની મિશાલ કાયમ કરી હતી. પૂર્વ કુલપતિએ યુવા ચેતના તથા કર્યું હતું.

અધ્યક્ષસ્થાનેથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડૉ) ચેતનભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય ભાવના, કર્તવ્યનિષ્ઠા, સંસ્કાર, સંવેદનશીલતા અને હક્ક માટેનો સંઘર્ષએ મહારાણા પ્રતાપના આગવા ગુણો હતા. ભારતની સાંસ્કૃતિક વિરાસત સૌથી શ્રેષ્ઠ છે અને તમામ સમસ્યાઓનું નિવારણ ભગવદ્ ગીતામાં છે.

કુલપતિએ આ વેબિનારને રાષ્ટ્રીય મનોમંથન સમો યશ ગણાવીને શિક્ષણ અને શિક્ષકનું મહત્ત્વ સમજાવ્યું હતું. વેબિનારની શરૂઆતમાં તમામ મહેમાનોનું શબ્દોથી સ્વાગત તેમનો પરિચય તથા સંચાલન બિનારના સંયોજક અને સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ.જયસિંહ ઝાલાએ કર્યું હતું. યુનિવર્સિટીના ફેસબુક પેજ તથા યુ-ટ્યુબ માધ્યમથી હજ્જારો લોકો ઓનલાઈન વેબીનારમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...