આયોજન:સંવિધાન દિવસ નિમીતે ડો. આંબેડકરને કરાશે પુષ્પાંજલિ

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા આયોજન

26મી નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે આ દિવસે ડો. ભીમરાવ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. 26 નવેમ્બર સવારે 10.30 કલાકે કાળવાચોક ખાતે ડો. આંબેડકરની પ્રતિમાને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે તેમ પ્રમુખ ચેતનભાઇ ગજેરાએ જણાવ્યું છે.

જ્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના પ્રમુખ પુનીતભાઇ શર્માના માર્ગદર્શન હેઠળ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ કારાભાઇ રાણવાની ઉપસ્થિતીમાં સંવિધાન દિવસની ઉજવણી કરાશે. આ તકે બપોરે 3.45 વાગ્યે કાળવાચોક ખાતેથી સંવિધાન ગૌરવ યાત્રા શરૂ થશે. આ યાત્રા ડો. આંબેડકરની પ્રતિમા કાળવા ચોકથી શરૂ થઇ સરદાર ચોક, ભૂતનાથ રોડ, મોતીબાગ, ટીંબાવાડી થઇ મધુરમ સોસાયટી ખાતે સભામાં ફેરવાશે તેમ સંજયભાઇ પંડ્યાએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...