તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • On The Last Day Of Filling Up Of Nomination Forms In Gir Somnath, There Was A Huge Rush, A Total Of 1018 Forms Were Filled In The District.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારી:ગીર સોમનાથમાં ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળ્યો, જીલ્‍લામાં કુલ 1018 ફોર્મ ભરાયા

વેરાવળ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજના અંતિમ દિવસે 514 ઉમેદવારી ફોર્મ ભરાયા
 • 17 ફેબ્રુઆરી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ

ગીર સોમનાથ જીલ્‍લામાં સ્‍થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે અંતિમ દિવસે 514 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જીલ્‍લાના સ્‍થાનિક સ્વરાજ્યની તમામ બેઠકો પર ચાર ગણા ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અગામી તા.17 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જોકે, કેટલા ઉમેદવારો જંગના મેદાનમાં રહેશે અને કેટલા છોડી દેશે તે આવનાર સમય બતાવશે.

કુલ 514 ઉમેદવારી ફોર્મ ભરાયા

ગીર સોમનાથ જીલ્‍લામાં જીલ્‍લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલીકાઓની ચૂંટણીમાં ઉમેદવારી કરવાના અંતિમ દિવસોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જીલ્‍લામાં ત્રણેયના મળી કુલ 514 ઉમેદવારી ફોર્મો ભરાયા છે. જેમાં જીલ્‍લા પંચાયતની 28 બેઠકો પર 54 ઉમેદવારી પત્રો ભરાયા છે. જયારે તાલુકા પંચાયતોની વાત કરીએ તો વેરાવળના તાલુકા પચંયાત માટે 32, તાલાલાના પાંચ તાલુકા માટે 28, સુત્રાપાડાના પાંચ તાલુકા માટે 10, કોડીનાર પાંચ તાલુકા માટે 94, ઉનાના પાંચ તાલુકા માટે 22, ગીરગઢડા પાંચ તાલુકા માટે 28 ઉમેદવારી પત્રો ભરાયા છે. જયારે નગરપાલીકાઓની વાત કરીએ તો વેરાવળ-પાટણ પાલીકાની બેઠકો માટે 113, ઉના પાલીકા માટે 43, તાલાલા પાલીકા 59, સુત્રાપાડા પાલીકા માટે 31 ઉમેદવારી ફોર્મ ભરાયા હોવાનું તંત્રએ જણાવેલ છે.

ફોર્મ ભરવાની કામગીરી આજે પુર્ણ

જીલ્‍લામાં ફોર્મ ભરવાની કામગીરી આજે પુર્ણ થઇ છે. ત્‍યારે જીલ્‍લામાં સ્‍થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પાલીકાઓમાં કુલ 1018 ઉમેદવારી ફોર્મો ભરાયા છે. જેમાં જીલ્‍લા પંચાયતની 28 બેઠકો પર 112, છ તાલુકા પંચાયતોમાં વેરાવળના પાંચ તાલુકાની 22 બેઠકો પર 90, તાલાલાના પાંચ તાલુકાની 18 બેઠકો પર 64, સુત્રાપાડાના પાંચ તાલુકાની 18 બેઠકો પર 50, કોડીનારના પાંચ તાલુકાની 24 બેઠકો પર 123, ઉનાના પાંચ તાલુકાની 26 બેઠકો પર 78 અને ગીરગઢડાના પાંચ તાલુકાની 20 બેઠકો પર 77 ઉમેદવારો ફોર્મો ભરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો