તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:ડિગ્રી સર્ટીફિકેટ મુદ્દે વિદ્યાર્થીઓએ પ્રતિક ઉપવાસની ચિમકી ઉચ્ચારી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરસિંહ મહેતા યુનિ. દ્વારા ડિગ્રી સર્ટીફિકેટ વિતરણ ન કરતાં રોષ

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા ડિગ્રી સર્ટીફિકેટ આપવામાં આવ્યા નથી. તેમજ તેની તારીખ પણ જાહેર કરાઇ નથી. જેને લઇ વિદ્યાર્થીઓમાં રોષ છવાયો છે. એનએસયુઆઇએ આવેદનપત્ર આપી પ્રતિક ઉપવાસની ચિમકી ઉચ્ચારી હતી.

વર્ષ 2017 થી કોઇપણ વિદ્યાર્થીને ડિગ્રી સર્ટીફિકેટ આપવામાં આવ્યા નથી. આ અંગે એનએસયુઆઇ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને કહ્યું હતું કે, ડિગ્રી સર્ટીફિકેટ વિતરણની તારીખ જાહેર કરવામાં નહીં આવે તો યુનિ.ના મેદાનમાં પ્રતિક ઉપવાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...