પવિત્ર શ્રાવણ માસનો આજથી ભક્તિભાવ પૂર્વક પ્રારંભ થયો છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ સોમવાર આવતો હોય આજે પ્રથમ જયોતિર્લિંગ સોમનાથમાં ભાવિકોનુ ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. પ્રથમ સોમવારે મંદિરમાં સોમનાથ મહાદેવને દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારના શૃંગાર કરવામા આવ્યા હતા, જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.
સાય આરતી સમયે બોરસલીના પુષ્પોનો શૃંગાર કરાયો
શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાય આરતીમાં આજે બોરસલીના પુષ્પોનો અલૌકિક શૃંગાર કરવામા આવ્યો હતો. દેવાધિદેવ મહાદેવના અલોકીક શૃંગાર દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા.
રંગબેરંગી લાઈટથી મંદિરની સુંદરતામાં ચાર ચાંદ લાગ્યા
શ્રાવણ માસ નિમિતે સોમનાથ મંદિરને રંગબેરંગી લાઈટ્સથી સુશોભિત કરવામા આવ્યું છે. સમગ્ર મંદિર પરિસરના મનમોહક આકાશી દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.