તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવવધારો:સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસે રાંધણ ગેસમાં રૂપિયા 25 વધ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બર 2020માં 612નો બાટલો સપ્ટેમ્બર 2021માં 902.50નો થયો

રાંધણ ગેસનો બાટલો રાજાની કુંવરી જેવો થઇ ગયો છે! રાજાની કુંવરી રાતે ન વધે એટલી દિવસે વધે તેમ રાંધણ ગેસનો ભાવ પણ બેફામ વધી રહ્યો છે. જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ છેલ્લા 3 મહિનાથી ગેસની બોટલના ભાવમાં દર મહિને રૂપિયા 25નો વધારો થયો છે.

વર્ષ 2020ના નવેમ્બર માસમાં ગેસની બોટલનો ભાવ 612 રૂપિયા હતો જે સપ્ટેમ્બર 2021માં સુધીમાં 290 રૂપિયા વધીને 902 રૂપિયા થઇ ગયો છે. સરકાર દર મહિને કટકે કટકે ભાવ વધારી રહી છે. ગત 17 ઓગસ્ટે જ 25 રૂપિયા વધાર્યા હતા. ત્યાં 1 સપ્ટેમ્બરે ફરી 25 રૂપિયા વધારી દીધા. ખાસ કરીને સાતમ આઠમના તહેવાર દરમિયાન બધા રજાના મૂડમાં હોય બાટલા મંગાવ્યા ન હોય. હવે બધા મંગાવશે એટલે વધારાના 25 રૂપિયા ચૂકવવા પડશે.

અન્ય સમાચારો પણ છે...