તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓફલાઇન ભણતરનો ઉત્સાહ ઢીલો:સોરઠમાં પ્રથમ દિવસે ધો. 6 થી 8 માં સરેરાશ હાજરી 47.73 %

જૂનાગઢ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઊનામાં શાળા શરૂ થતાં જ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગુલાબ આપી શાળામાં પ્રવેશ કર્યો હતો. - Divya Bhaskar
ઊનામાં શાળા શરૂ થતાં જ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગુલાબ આપી શાળામાં પ્રવેશ કર્યો હતો.
 • કોરોનાને લીધે બંધ થયા બાદ 11 મહિને પ્રાથમિક શાળાઓ ફરી ખુલી
 • ક્યાંક નાળિયેર વધેરી તો ક્યાંક કુમકુમ તિલક, સેનેટાઇઝર સાથે બાળકોનો શાળા પ્રવેશ

કોરોનાને લીધે ગત માર્ચ 2020 થી શાળાઓ બંધ કરવામાં આવી હતી. હવે ધીમે ધીમે સ્થિતી થાળે પડવા લાગતાં આજથી પ્રાથમિક શાળાઓમાં ધો. 6 થી 8 ના વર્ગો ફરી શરૂ થયા છે. જોકે, આજે પ્રથમ દિવસે શાળાઓમાં ટેમ્પરેચર ગન અને સેનેટાઇઝ કરાયા બાદ બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો. આજે પ્રથમ દિવસે ગિર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ધો. 6, 7 અને 8 ની સરેરાશ હાજરી 47.73 ટકા રહી હતી. બંને જિલ્લામાં આ વર્ગોમાં કુલ સંખ્યા 67,607 વિદ્યાર્થીઓની છે. એ પૈકી 31,785 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ભેંસાણમાં આજે જીન પ્લોટ પ્રાથમિક શાળામાં ધો. 6 થી 8 ના બાળકોનું ફૂલહારથી સ્વાગત કરી પ્રવેશ અપાયો હતો. એ પહેલાં શાળાની સફાઇ કરી સેનેટાઇઝ કરાઇ હતી. આજે તમામ બાળકોનું થર્મલગનથી ટેમ્પરેચર માપી હાથ સેનેટાઇઝ કરી મોઢે માસ્ક સાથે પ્રવેશ અપાયો હતો. એ પહેલાં વાલીઓ પાસેથી સંમતિપત્રક લેવાયા હતા. લાંબા સમયે શાળાએ આવેલા બાળકોમાં પણ ઉત્સાહ દેખાયો હતો.

સુત્રાપાડા તાલુકાની મટાણા પ્રાથમિક શાળા ગાઈડ લાઇન મુજબ શરૂ થઈ હતી. ગિર સોમનાથ જિલ્લામાં આ શાળા સ્માર્ટની ઓળખ ધરાવે છે. શાળામાં બાળકોને કુમકુમ તિલક અને પુષ્પોથી સ્વાગત કરાયું હતું. અહીં આસપાસના કડવાસણ, પેઢાવાડા અને રાખેજના બાળકો ભણવા આવે છે. શાળાના આચાર્ય રમેશભાઈ ખેર અને સ્ટાફે શાળાને બગીચા જેવી બનાવી છે.

વેરાવળ તાલુકાના આજોઠાની કન્યા શાળામાં વિદ્યાર્થીનીઓને કુમકુમ તિલક કરવા સાથે તેમના હાથેજ શ્રીફળ વધેરી શિક્ષણ કાર્યનો પ્રારંભ કરાયો હતો.જૂનાગઢ તાલુકાની વડાલ કન્યા શાળામાં ધો. 6 અને 7 ના બાળકોને સરપંચ વિજયાબેન ઘરડેશિયા અને જિ.પં. સભ્ય અરવિંદભાઇ ઘરડેશિયા, શાળાના અધ્યક્ષ ગીતાબેન મકવાણા અને સ્ટાફ દ્વારા આવકારાયા હતા. દરેક બાળકોને પૂર્વ આચાર્ય કાંતિભાઇ હિંગરાજિયા અને હાલના આચાર્ય હંસાબેન ભાલોડિયાએ દરેક બાળકને નોટબુક, પેન, માસ્ક આપી પ્રોત્સાહિત કર્યા હતા.

વેરાવળ તાલુકાની તાતીવેલા પ્રાથમિક શાળામાં જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. એમ. કે. વાજા દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તીલક કરી આવકારાયા હતા. આ તકે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હરેશભાઇ પંપાણિયા, ઇન્ડિયન રેયોન જન સેવા ટ્રસ્ટના ખીમજીભાઇ પરમાર, સીઆરસી કો. ઓર્ડીનેટર સંદીપભાઇ સોલંકી સહિતના હાજર રહ્યા હતા.

ઊના તાલુકાની 111 સરકારી શાળામાં ધો. 6 થી 8 ના કુલ 10,718 વિદ્યાર્થીઓ છે. જેમાં આજે પ્રથમ દિવસે 4,619 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા. તાલુકાની સરકારી શાળાઓમાં 43 ટકા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સોશ્યલ ડિસ્ટન્સ સાથે હાથમાં સેનિટાઇઝ કરી અને ગુલાબ આપી શાળામાં પ્રવેશ અપાયો હતો.

હાજરીમાં જૂનાગઢ જિલ્લો રાજ્યમાં બીજા નંબરે
જેમાં જૂનાગઢ જિલ્લાના 29,475 પૈકી 15,702 છાત્રો શાળાએ ગયા હતા. જ્યારે ગિર સોમનાથ જિલ્લાના 38,132 પૈકી 16,083 છાત્રો પ્રથમ દિવસે શાળાએ હાજર રહ્યા હતા. ટકાવારીની દૃષ્ટિએ જૂનાગઢ જિલ્લો પ્રથમ દિવસે હાજરીમાં ગુજરાતમાં નવસારી પછી બીજા ક્રમે રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો