તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • On The Eve Of Janmashtami, Somnath Temple Will Be Open To Devotees From 4 Am To 10 Pm, One Hour At A Time During The Three hour Aarti.

શ્રદ્ધા:જન્માષ્ટમી પર્વે સોમનાથ મંદિર સવારે 4 થી રાત્રે 10 વાગ્યા સુધી ભાવિકો માટે ખુલ્લુ રહેશે, ત્રણ ટાઈમ આરતીના સમયે એક-એક કલાક ખાલી બંધ રહેશે

વેરાવળ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ મંદિર - Divya Bhaskar
સોમનાથ મંદિર
  • સોમનાથના ભગવાન કૃષ્ણના ભાલકાતીર્થ મંદિરથી જન્માષ્ટમી ઉજવણીનું લાઇવ પ્રસારણ પણ કરવાનું ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું

પ્રથમ જયોતિલીંગ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર જન્માષ્ટમીના દિવસે દર્શનાર્થીઓ માટે સવારે ચાર વાગ્યાથી રાત્રીના દસ વાગ્યા સુધી ખૂલ્લું રહેનાર છે. ભાલકા તીર્થ મંદિરે જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રીના સાડા દસ વાગ્યાથી ટ્રસ્ટના ફેસબુક, યુટયુબ પેજ પરથી કરવામાં આવનાર હોય જેનો સર્વે ભાવિકોને સોશિયલ મીડીયા મારફ્તે લાઇવ દર્શન કરવા અનુરોધ કરાયો છે.

આગામી તા.30 ઓગષ્ટને જન્માષ્ટમીના તહેવારમાં સોમનાથ મંદિર તથા અહલ્યાબાઈ નિર્મિત (જુના સોમનાથ) મંદિરમાં દર્શનનો સમય સવારે ચારથી સાડા છ, ત્યારબાદ સાડા સાતથી સાડા અગીચાર તેમજ બપોરે સાડા બારથી સાંજે સાડા છ અને રાત્રીના સાડા સાતથી રાત્રે દસ વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેનાર છે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના ભાલકા તીર્થ, રામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્મી નારાયણ મંદિર, ભીડભંજન મંદિર સવારે છ થી રાત્રે નવ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લાં રહેનાર છે. મંદિરમાં સરકારની કોવિડની ગાઇડલાઇન મુજબ દરેક શ્રદ્ધાળુઓને ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા વિનંતી છે. તમામ મંદિરમાં આરતીમાં પ્રવેશ બંધ રહેશે.

આ ઉપરાંત ભાલકા તીર્થ મંદિર તા.30 ઓગષ્ટ જન્માષ્ટમીના રોજ રાત્રે નવ વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. જન્માષ્ટમી ઉત્સવનું લાઇવ પ્રસારણ રાત્રે સાડા દસ વાગ્યાથી ટ્રસ્ટના ફેસબુક, યુટયુબ પેજ પર કરવામાં આવો સર્વે ભાવિકોને જન્માષ્ટમીનો ઉત્સવ ટ્રસ્ટના સોશિયલ મીડીયા મારફતે લાઇવ દર્શન કરવા વિનંતી છે. દર્શન માટે આવનાર ભાવિકોએ માસ્ક ફરજીયાત પહેરીને આવવાનું રહેશે. સોમનાથ મંદિરમાં દર્શન માટેનો પાસ લેવો ફરજીયાત છે. દર્શન પાસનું ઓનલાઇન બુકિંગ ટ્રસ્ટની વેબસાઇટ www.somnath.org પરથી કરવા સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ એક યાદીમાં જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...