• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • On The Eve Of Diwali, Somnath Temple Will Be Lit Up With Colorful Lights And Rangoli, Special Arrangements Have Been Made For Devotees

આયોજન:દિવાળી પર્વે સોમનાથ મંદિર રંગબેરંગી લાઇટો અને રંગોળીથી ઝળહળી ઉઠશે, ભાવિકો માટે પૂજાવિઘિની વિશેષ વ્‍યવસ્‍થા ગોઠવાઇ

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સોમનાથ મંદિર - Divya Bhaskar
સોમનાથ મંદિર
  • સોમનાથ ટ્રસ્‍ટ દ્રારા તહેવારોના દિવસો દરમ્‍યાન યાત્રિકો સારી રીતે દર્શન અને પૂજાવિઘિ કરી શકે તે માટે વિશેષ વ્‍યવસ્‍થા સાથે આયોજન હાથ ઘર્યુ

દિવાળી અને નૂતનવર્ષના તહેવારોને લઇ જગવિખ્‍યાત સોમનાથ મંદિરમાં ભાવિકો ઓનલાઈન તથા મંદિરમાં રૂબરૂ પૂજાવિધિ કરાવી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તહેવારોમાં ઘનતેરસના દિવસથી બેસતા વર્ષના ચાર દિવસ સુઘી મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી તથા પરિસરમાં આર્કષક રંગોળી કરી સુશોભિત કરવાનું આયોજન કરાયેલ છે. આ ચાર દિવસ યાત્રિકોના ઘસારાને ઘ્‍યાને લઇ સોમનાથ મંદિરમાં રાત્રિના યોજાતા લાઇટ એન્‍ડ સાઉન્‍ડ શો ના બે શો યોજવાનું આયોજન કરાયેલ છે.

દિવાળી-નૂતન વર્ષ પર્વના દિવસો દરમિયાન જગવિખ્‍યાત સોમનાથ મંદિરના સાંનિઘ્‍યમાં ભાવિકોના ભારે ઘસારો રહે છે. જેને ઘ્‍યાને લઇ તહેવારોના ચાર દિવસ દરમિયાન સોમનાથ મંદિર ટ્રસ્‍ટ દ્રારા ખાસ તૈયારી કરવામાં આવેલ છે. જે અંગે માહિતી આપતા જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, દિવાળીના પવિત્ર દિવસો દરમિયાન માન્યતા પ્રમાણે દેવદર્શન, પૂજા અર્ચન કરવા અને દાન આપવાનું અનેરૂ મહાત્મય છે. આ દિવસોમાં લોકો તીર્થધામોમાં દર્શનાર્થે જતા હોય છે.

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થધામમાં પધારતા ભાવિકો સારી રીતે દર્શન પૂજાવિધિનો કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં તા.2 થી તા.5 નવેમ્‍બર સુઘી ગર્ભગૃહમાં અલગ-અલગ દ્રવ્યોથી મહાદેવને રંગોળી કરવામાં આવશે. ધનતેરસથી દિવાળી સુધી મંદિરમાં રંગોળી અને દિવડાથી સુશોભન કરવાની સાથે મહાદેવને વિશેષ શણગાર કરવામાં આવશે. તા.3 ના રોજ માસિક શિવરાત્રિ હોવાથી મંદિર રાત્રીના 12:30 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે અને રાત્રીના જ મહાદેવને જ્યોતપૂજન, મહાપૂજા તથા વિશેષ આરતી કરવામાં આવશે. તા.4 ને દિવાળીના દિવસે સાંજે 4:30 વાગ્યે ઓનલાઈન એપ ઝુમના માધ્યમથી લક્ષ્મીપૂજન તથા ચોપડાપૂજન કરાવવામાં આવશે. આ માટેની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ પર ભાવિકો નોંધાવી શકાશે.

વઘુમાં તહેવારોને લઇ મંદિર તથા ટ્રસ્ટના અતિથિગૃહોને રંગબેરંગી રોશનીથી તથા રંગોળીથી સુશોભિત કરવામાં આવશે. યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા મંદિરમાં પ્રસાદીના વધારાના કાઉન્ટરો તથા વધારાના માણસોની અલાયદી વ્યવસ્થા કરવાનું આયોજન કરાયેલ છે. તહેવારના દિવસો દરમ્યાન મંદિરમાં આવતા યાત્રિકો કોવિડ-19 ની ગાઈડલાઈન પાલન કરે તેવી અપીલ છે. આ વખતે પ્રથમવાર દિવાળીના તહેવારોમાં સોમનાથ આવનાર યાત્રિકોને નવનિર્મિત વોક-વે, ટેમ્પલ મ્યુઝિયમનો લ્‍હાવો મળશે. જયારે સોમનાથ મંદિરના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો જે દરરોજ રાત્રિના એક વખત યોજાય છે તેના તહેવારોના દિવસો દરમિયાન દરરોજ બે શો યોજવાનું આયોજન કરાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...